Western Times News

Gujarati News

જનરલ કોચમાં મુસાફરોને ગુમરાહ કરનાર નકલી ટીટીઈ ઝડપાયો

Ahmedabad, રેલવે હેલ્પલાઇન પોર્ટલ પર મળેલી ફરિયાદ સંદર્ભ નંબર 2025090702344 મુજબટ્રેન સંખ્યા 16613ના જનરલ કોચમાં વડોદરાથી અમદાવાદ વચ્ચે  એક વ્યક્તિ દ્વારા પોતાને ટીટીઈ તરીકે રજૂ કરીને મુસાફરોને ગુમરાહ કરતો હોવાની માહિતી મળી હતી. Fake TTE caught misleading passengers in general coach

આ ફરિયાદની તાત્કાલિક નોંધ લેતાઅમદાવાદ ડિવિઝનના વાણિજ્ય વિભાગના ડેપ્યુટી સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટ(Dy.SS/Comm) શ્રી સચિન જાદવ અને ટિકિટ ચેકિંગ સ્ટાફ શ્રી રાજેશે તત્પરતા,સતર્કતા,અને કાર્યક્ષમતાનો પરિચય આપીને આરપીએફ સ્ટાફની મદદથી તે શંકાસ્પદ વ્યક્તિને અમદાવાદ સ્ટેશન પર તાત્કાલિક પકડી લીધો.

પ્રાથમિક પૂછપરછમાં તે વ્યક્તિએ પોતાનું નામ અમન પ્રકાશ હોવાનું જણાવ્યું હતુંપરંતુ તે કોઈ માન્ય રેલવે ઓળખપત્ર રજૂ કરી શક્યો ન હતો. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીનેતેને જરૂરી કાનૂની કાર્યવાહી માટે જીઆરપી  અમદાવાદને સોંપવામાં આવ્યો હતો.

ડેપ્યુટી સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટ (વાણિજ્ય) શ્રી સચિન જાદવ તથા ટીટીઈ શ્રી રાજેશ અને આરપીએફ અમદાવાદ દ્વારા કરવામાં આવેલી ત્વરિત કાર્યવાહી,સતર્કતા અને મુસાફરોની સુરક્ષા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા ખૂબ જ પ્રશંસનીય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.