મારા ફોટાનો દુરુપયોગ થતો અટકાવો ઐશ્વર્યા રાયની હાઇકોર્ટમાં અપીલ

મુંબઈ, બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચને પોતાના વ્યક્તિત્વ અધિકારોના રક્ષણની માંગણી સાથે દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. ઐશ્વર્યા રાયનું કહેવું છે કે તેમની પરવાનગી વિના તેમના ફોટાનો ઉપયોગ વ્યાપારી લાભ માટે થઈ રહ્યો છે.
અભિનેત્રી વતી વરિષ્ઠ વકીલ સંદીપ સેઠી કોર્ટમાં હાજર થયા હતા. કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં તેમણે ઐશ્વર્યાના પબ્લિસિટી અને વ્યક્તિત્વના અધિકારોનું રક્ષણ કરવાની વાત કરી હતી. તેમણે એવા લોકો પર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરી હતી જેઓ પોતાના ફાયદા માટે અભિનેત્રીના ફોટા અને વીડિયોનો ઉપયોગ કરે છે.
પોતાના ફોટાનો ઉપયોગ અલગ અલગ વેબસાઇટ્સ પર થઈ રહ્યો હોવાથી ઐશ્વર્યાએ આને રોકવા માટે કાનૂની રસ્તો અપનાવ્યો છે. અભિનેત્રીના વકીલે કોર્ટને એવી વેબસાઇટ્સ અને કોન્ટેન્ટ વિશે માહિતી આપી હતી કે, જેના પર ઐશ્વર્યાના ફોટા અને નામનો ઉપયોગ પરવાનગી વિના વ્યવસાયિક રીતે થઈ રહ્યો છે.
કોર્ટમાં વકીલે એક વેબસાઇટનો ઉલ્લેખ કરીને કહ્યું કે, અભિનેત્રીએ આને પરવાનગી આપી નથી. ઐશ્વર્યા રાયના વોલપેપર અને ફોટા જેવી સામગ્રી બીજી વેબસાઇટ પર પોસ્ટ કરવામાં આવી છે અને ફોટાવાળા ટી-શર્ટ વેચવામાં આવી રહી છે.
આ ઉપરાંત સંદીપ સેઠીએ એવી અન્ય વેબસાઇટ્સ વિશે પણ જણાવ્યું હતું, જે ઐશ્વર્યાની પરવાનગી વિના તેના ફોટાનો પોતાના ફાયદા માટે ઉપયોગ કરી રહી છે. વકીલે કહ્યું કે તે બધા મળીને ઐશ્વર્યાના નામે પૈસા કમાઈ રહ્યા છે.
આ સાથે યુટ્યુબ પરથી લીધેલા કેટલાક સ્ક્રીનશોટ પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં ઐશ્વર્યાનો ચહેરો છૈંની મદદથી બનાવાયો હતો. કોર્ટને કહેવામાં આવ્યું હતું કે આ ફોટા ઐશ્વર્યાના નથી અને તેને મૂકવા માટે કોઈની પરવાનગી લેવામાં આવી નથી અને ફોટા AI જનરેટેડ છે.
ઐશ્વર્યાના વકીલનો આરોપ છે કે કેટલાક લોકો ફક્ત નામ અને પૈસા કમાવવા માટે તેના ચહેરાનો ઉપયોગ કરી રહ્યા છે. જ્યારે કેટલાક તેના નામનો ઉપયોગ કરીને પોતાની જાતીય ઇચ્છાઓ પૂર્ણ કરી રહ્યા છે, જે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. પરવાનગી વિના આવી પ્રવૃત્તિઓ તેના અંગત અધિકારોનું ઉલ્લંઘન કરે છે અને તેને રોકવું જરૂરી છે. દલીલો સાંભળ્યા પછી દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ તેજસ કારિયાની બેન્ચે મૌખિક રીતે સંકેત આપ્યો કે તે પ્રતિવાદીઓને ચેતવણી આપતો વચગાળાનો આદેશ પસાર કરશે.SS1MS