Western Times News

Gujarati News

‘દબંગ’ના ડિરેક્ટરના આરોપ પર સલમાન ખાનની પ્રતિક્રિયા

મુંબઈ, બોલિવૂડના ભાઈજાન સલમાન ખાનની જેટલી ફેન ફોલોઈન્ગ છે તેટલા જ તેના ટ્રોલર્સ પણ છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા એવા એક્ટર કે ડિરેક્ટર છે જેણે સલમાન પર આરોપ લગાવ્યો કે તે નવા પ્રતિભાશાળી અભિનેતાઓની કારકિર્દી બરબાદ કરે છે. હાલમાં જ દબંગના ડિરેક્ટર અભિનવે સલમાન ખાન અને તેના પરિવારને લઈને મોટી વાત કરી હતી.

તેણે કહ્યું, ‘સલમાનને અભિનયમાં કોઈ રસ નથી. તે છેલ્લા ૨૫ વર્ષથી સેલિબ્રિટી હોવાનો પાવર દેખાડે છે. તે સેટ પર આવીને અમારી ઉપકાર કરતો હોય તેવું બતાવે છે. તેણે ઘણા અભિનેતાઓની કારકિર્દી બરબાદ કરી છે.’ હવે સલમાનનો પણ બિગ બોસ૧૯ના સેટ પરથી એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમા તે લોકોના આરોપોનો જવાબ આપી રહ્યો છે.

હાલમાં જ વિકેન્ડના વાર એપિસોડ પર કોઇનુ નામ લીધા વગર જવાબ આપ્યો કે, ‘મેં ક્યા કોઇની કારકિર્દી બનાવી છે? કારકિર્દી બનાવવા વાળોતો ઉપરવાળો છે. લોકોએ તો મારા પર કારકિર્દી બરબાદ કરવાનો આરોપ પણ લગાવ્યો છે.

મેં કોની કારકિર્દી બરબાદ કરી છે? અને કારકિર્દી બરબાદ કરવી હોય તો હું મારી જ કારકિર્દી જ ના બરબાદ કરૂ?’વિવેક ઓબેરોયઃ વર્ષ ૨૦૦૦ના શરૂઆતમાં વિવેક અને સલમાનનો વિવાદ ચર્ચામાં આવ્યો હતો.

એવું કહેવામાં આવતું કે સલમાનને કારણે વિવેકની કારકિર્દી બરબાદ થઈ છે. તેરે નામ ફિલ્મઃ હાલમાં જ ‘દબંગ’ના ડિરેક્ટર અભિનવ કશ્યપે એક ઇન્ટરવ્યૂમાં આરોપ લગાવ્યો હતો કે વર્ષ ૨૦૦૩માં સલમાને અનુરાગ કશ્યપને ‘તેરે નામ ફિલ્મ‘થી બહાર કર્યાે હતો. ત્યારબાદ સતીશ કૌશિકને ડિરેક્ટરની જવાબદારી સોંપવામાં આવી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.