Western Times News

Gujarati News

નેપાળની જેલોમાંથી ફરાર થયેલા 13500 થી વધુ કેદીઓ ભારતમાં ઘૂસવાનો પ્રયત્ન કરી રહ્યા છે?

AI Image

4 કેદી નેપાળની ચિતવન જેલમાંથી હિંસા દરમ્યાન ભાગી નીકળ્યા હતા અને ભારત તરફ ઘૂસણખોરી કરી રહ્યા હતા.

(એજન્સી)કાઠમંડુ, નેપાળમાં રમખાણો અને હિંસાની વચ્ચે જેલ તોડીને ભાગેલા અસંખ્ય કેદીઓ ભારતમાં ઘૂસણખોરી કરવાની આશંકા આખરે સાચી સાબિત થઈ છે. કપિલવસ્તુ અને ચિતવન જેલમાંથી ૪પ૯ કેદીઓ ભાગીને બુધવાર સવારથી ભારતીય સુરક્ષા એજન્સીઓએ સરહદ પર એલર્ટ જાહેર કરી દીધું હતું.

સોનૌલી બોર્ડર પર ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો અને પરિણામ એ આવ્યું કે, ૨૨મી વાહિની એસએસબીએ ચેકિંગ દરમ્યાન ચાર ફરાર કેદીઓને ધરપકડ કરી લીધા. વિવિધ જેલોમાંથી લગભગ 13500 થી વધુ કેદીઓ ફરાર થયા હોવાનું સામે આવ્યું છે. Police in Nepal say more than 13,500 inmates escaped from jails across the country during this week’s violent protests.

પકડાયેલા જે ચાર કેદી છે, તેમાં અનિલ ગિરી, ગ્રામ પુરાનો રહેવાસી સંભલ ઉત્તર પ્રદેશ, રાજપાલ સિંહ, એ પણ સંભલ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. આમના પર ૪૦૦ કિલોગ્રામ ગાંજો જપ્ત થવાનો કેસ નોંધાયેલો છે અને તે એનડીપીએસ એક્ટમાં જેલમાં બંધ હતા. મોનૂ કશ્યપ, પુત્ર જગદીશ પ્રસાદ, બંકી ગામનો રહેવાસી, બારાંકી ઉત્તર પ્રદેશ, આ એક્સિડન્ટ કેસમાં જેલમાં હતો. અબ્બાસ ખાન, પુત્ર હજારુદ્દીન, કાનસલી, નૂહ હરિયાણા- આ પણ અકસ્માત કેસમાં સજા કાપી રહ્યો હતો.

આ ચારેય કેદી નેપાળની ચિતવન જેલમાંથી હિંસા દરમ્યાન ભાગી નીકળ્યા હતા અને ભારત તરફ ઘૂસણખોરી કરી રહ્યા હતા. સોનૌલી બોર્ડર પર એસએસબીના ચેકિંગમાં તેમને પકડી લેવામાં આવ્યા છે.

એસએસબી અને સ્થાનિક પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, કેદીઓ સાથે સતત પૂછપરછ થઈ રહી છે. તેમની પાસેથી એ જાણકારી એકઠી કરવામા આવી રહી છે કે તેઓ કયા રસ્તે ભાગીને બોર્ડર સુધી પહોંચ્યા અને ભારતમાં ઘૂસવાનો ઈરાદો શું હતો. પ્રાથમિક પૂછપરછ બાદ નેપાળ પોલીસને કાર્યવાહી માટે સોંપી દેવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.