ઇડરમાં શોભાયાત્રા યોજાઈ: ૪૮ તપસ્વીઓએ ૫-૧૦ અને ૧૬ ઉપવાસની ઉગ્ર તપસ્યા

જૈન સમાજમાં પર્યુષણનું ખૂબ જ મહત્વ હોય છે પર્યુષણમાં ત્યાગ, સંયમ અને તપસ્ચર્યાનું ખૂબ મોટું મહત્વ હોય છે.
ભાદરવા સુદ પાંચમથી ચૌદસ સુધી યોજાયેલ પર્યુષણ દરમિયાન ઇડરમાં કુલ ૪૮ તપસ્વીઓએ ૫-૧૦ અને ૧૬ ઉપવાસની ઉગ્ર તપસ્યા કરેલ અને સોમવાર તારીખ ૮-૯-૨૫ ના રોજ ખૂબ ધામધૂમથી ભગવાનની શોભાયાત્રા યોજાઈ હતી.
બાલ યોગી પરમ પૂજ્ય આચાર્ય શ્રી ૧૦૮ શ્રુતધર નંદીજી ગુરુદેવની નિશ્રામાં યુવક મંડળ તથા મહિલા મંડળની બહેનો દ્વારા રાત્રે ૮ઃ૦૦ કલાકે સંભવનાથ દિગંબર જૈન મંદિરમાં ભક્તિ સંધ્યા નો પ્રોગ્રામ યોજાયો હતો. (તસ્વીરઃ- હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા)