Western Times News

Gujarati News

જિલ્લા સંઘ-ગુજરાત સ્ટેટ કો.ઓ.ક્રેડિટ સોસાયટીઝ ફેડરેશન દ્વારા

મોડાસામાં યોજાયેલ કો.ઓપ.સોસાયટીઓના મેનેજરોના ત્રિ -દિવસીય વર્કશોપનું સમાપન

મોડાસા: અરવલ્લી જિલ્લા સહકારી સંઘ,મોડાસા અને ગુજરાત સ્ટેટ કો.ઓપ.ક્રેડિટ સોસાયટીઝ ફેડરેશન લી. અમદાવાદના સંયુક્ત ઉપક્રમે  કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીઓના ત્રિ- દિવસીય વર્કશોપનું આજરોજ જિલ્લા સંઘના અધ્યક્ષ પ્રભુદાસભાઈ પટેલની ઉપસ્થિતિમાં સમાપન કરવામાં આવ્યું હતું.

આજે ત્રીજા દિવસે  રાજ્ય સહકારી સંઘના માહિતી અધિકારી ચંદ્રકાન્ત દવે દ્વારા શોર્ટ એનાલિસિસ ઇન કોપરેટિવ ક્રેડિટ સોસાયટી  વિષય ઉપર તાલીમાર્થીઓને  ઉડી સમજ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.સમાપનમાં  જિલ્લા રજિસ્ટ્રાર આર.એ. મકવાણા તેમજ મનીષભાઈ ઉપાધ્યાય પણ ઉપસ્થિત રહ્યા હતા. અને   વહીવટી બાબતો વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.પ્રથમ બે દિવસ દરમિયાન રાજ્ય સહકારી સંઘના ટ્રેની ડાયરેકટર જે.જે.શાહ અને  ગુજરાત સ્ટેટ કો.ઓપ.ક્રેડિટ સોસાયટીઝ ફેડરેશન લી.અમદાવાદના એક્ઝિક્યુટિવ ઓફિસર ડી.સી.વાઘેલા દ્વારા સહકારી કાયદો-નિયમો અને પેટા નિયમો અને  એન.પી.એ. મેનેજમેન્ટ, ડિટીલાઇઝેશન માટેની જુદી જુદી પદ્ધતિઓ,જીએસટી અને સ્ટેમ્પ એકટ,એકાઉન્ટ્સ,વસુલાત અને વસુલાત માટેની જુદી જુદી પદ્ધતિઓ,ફંડ મેનેજમેન્ટ અને એસેટ લાયાબિટીઝ તથા નેગોશિયબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ(કલમ.-138),પ્રો.ફંડ એકટ, ગ્રેજ્યુઇટી એકટ,બોનસ એકટ અને કોન્ટ્રાકટ એકટ અમે કસ્ટમર સર્વિસીસ અને એચ.આર.એમ વિષયોને આવરી લઈને  આ વિષય ઉપર ઊંડું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યુ હતું.

આ તાલીમ વર્ગોમાં જિલ્લાના તમામ તાલુકા-શહેરોના ક્રેડિટ સિસાયટીઓના મેનેજરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને માર્ગદર્શન અને તાલીમ મેળવી હતી.ત્રિ- દિવસીય આ તાલિમ વર્ગોનું  સંચાલન એક્ઝિક્યુટિવ ઓફિસર હરિપ્રસાદ જોશીએ કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.