અમેરિકાના પેન્સિલવેનિયામાં અંધાધૂંધ ગોળીબારમાં ૩ પોલીસકર્મીની હત્યા

વાશિગ્ટન, અમેરિકાના પેન્સિલવેનિયામાં પોલીસ અને એક બંદૂકધારી વચ્ચે થયેલી અથડામણમાં ત્રણ પોલીસ અધિકારીઓ શહીદ મૃત્યુ પામ્યા છે, જ્યારે અન્ય બે ઘાયલ થયા છે. આ ઘટના કોડોરસ ટાઉનશીપમાં બની હતી.
રાજ્ય પોલીસ કમિશનરે જણાવ્યું કે, ‘પોલીસે ઘરેલુ ઝઘડાની તપાસ માટે કાર્યવાહી હાથ ધરી હતી, તે દરમિયાન અચાનક બંદૂકધારીએ પોલીસ પર ગોળીબાર શરૂ કરી દીધો. પોલીસે પણ જવાબી કાર્યવાહી કરી જેમાં બંદૂકધારી માર્યાે ગયો.’
ઘાયલ થયેલા બે અધિકારીઓને હેલિકોપ્ટર દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમની હાલત ગંભીર છે. અધિકારીઓએ હુમલાખોરની ઓળખ જાહેર કરી નથી, કે ન તો મૃત્યુ પામેલા પોલીસ અધિકારીઓ કઈ એજન્સીના હતા તે જણાવ્યું છે.
એટર્ની જનરલ પામેલા બોન્ડીએ આ ઘટનાની નિંદા કરી છે અને તેને સમાજ માટે શ્રાપ ગણાવી છે. તેમણે કહ્યું કે અધિકારીઓ આ મામલાની તપાસ કરી રહ્યા છે. અગાઉ પણ પોલીસ પર હુમલા થયા છે.SS1MS