સાયકો કિલર આરોપીના લગ્ન થતા ન હતાં એટલે કપલ પર ખુન્નસ કાઢતો

અડાલજ હત્યા કેસમાં સાયકો કિલર રાજકોટથી ઝડપાયો-પોલીસે 4 ટીમો બનાવી આરોપીને 4 દિવસમાં જ ઝડપી લીધો
(એજન્સી)ગાંધીનગર, ગાંધીનગરમાં નર્મદા કેનાલ પાસે થયેલી વૈભવ મનવાણી નામના મોડલની હત્યા કરનાર સાયકો કિલર હત્યારો ઝડપાયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વિપુલ ઉર્ફે નીલ વિષ્ણુભાઈ પરમારની ધરપકડ કરી લીધી છે. અંબાપુર નર્મદા કેનાલ પાસે ૨૦ સપ્ટેમ્બરે એક યુવક પર છરીથી હુમલો કરી હત્યા કરી હતી. મૃતક યુવક પોતાના બર્થ ડે નિમિત્તે યુવતી સાથે મોડીરાત્રે નર્મદા કેનાલ નજીક બર્થ ડે ઉજવણી કરી રહ્યો હતો.
આ દરમિયાન એક અજાણ્યો શખસ લૂંટ કરવાના ઇરાદે પહોંચ્યા હતા. જ્યાં અચાનક ગાડીમાં ઘુસી આવીને યુવકને છરી બતાવી લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે યુવક-યુવતીએ પ્રતિકાર કરતાં બંન્ને પર છરીથી હુમલો કરીને લૂંટ ચલાવીને નાસભાગ મચાવી હતી. આ હુમલામાં વૈભવ મનવાણીનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.
વિપુલ પરમાર ગાયબ હોવાથી પોલીસની શંકા વધુ પ્રબળ થઈ હતી. વિપુલ આ પ્રકારની લૂંટ અને મારામારીની માનસિકતા ધરાવતો હોવાથી મેહુલ ચૌહાણની સ્કવોડની અલગ અલગ 4 ટીમ બનાવી તપાસ કરવામાં આવી રહી હતી. એક ટીમ કેનાલ પર જ રાખવામાં આવી હતી, જે કેનાલની આસપાસ બાઇક અને સાઇકલ લઈને ફરી રહી હતી, કારણ કે વિપુલ ફરીથી લૂંટ કરવા આવે એવી પણ પોલીસને શક્યતા લાગી રહી હતી. બીજી ટીમ વિપુલના પહેલી માતાના ત્યાં અંબાપુર પાસે રાખવામાં આવી હતી. ત્રીજી ટીમ બીજી માતાના ત્યાં દહેગામના કડાદરા ગામમાં રાખવામાં આવી હતી અને ચોથી ટીમ તેના ભાઈના ત્યાં નરોડા ખાતે રાખવામાં આવી હતી.
મહિલા પીઆઇ માધુરી ગોહેલની ટીમ દ્વારા આરોપીને આરોપીને ઝડપી લેવાયો હતો. આરોપીને પકડવા ક્રાઈમ બ્રાન્ચની ૫ ટીમો રાત દિવસ કામગીરી કરી રહી હતી. જેમાં પીઆઇ મેહુલ ચૌહાણ,પીઆઇ જયેશ મકવાણા,પીઆઇ માધુરી ગોહેલ,પીઆઇ આઈ.એન ઘાસુરા કામગીરી કરી રહ્યા હતા. બેથી ત્રણ દિવસ શોધખોળ બાદ આરોપીને રાજકોટના માંડા ડુંગર વિસ્તારમાંથી ઝડપી લીધો હતો.
ક્રાઇમ બ્રાન્ચના હાથમાં આવેલો આરોપી વિપુલ પરમાર જામીન મુક્ત કરવામાં આવ્યો હતો. કેનાલ પાસે ઉભા રહેલા પ્રેમી પંખીડાઓને જ લૂંટ વીથ મર્ડર માટે નિશાન બનાવ્યા હતા. તેના પોતાના લગ્ન નહી થવાના કારણે તે સાઇકો બની ગયો હતો. આરોપીએ લગ્ન માટે અનેક છોકરીઓ જોઈ હતી, પરંતુ તેના લગ્ન થતા નહોતા. જેના કારણે તે કોઈ પણ પ્રેમી યુગલોને જોતા જ આક્રામક થઇ જતો હતો. પોતાના લગ્ન નહોતા થતા ન હોવાથી ચિંતાને કારણે માનસિક રીતે બીમાર થઈ ગયો હતો. અગાઉ પણ તે અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે.
વિપુલના લગ્ન થતા નહોતા અને તેના પિતા બીજી પત્ની લાવતા તે વધારે રોષે ભરાયો હતો. બંનેના લગ્ન બાદ એક પુત્રનો જન્મ થયો હતો. જેમા તેને સતત એવુ લાગતું હંતુ કે, તેની સાવકી માતા તેના લગ્ન થવા દેતી નહોતી. જેના કારણે તે પરિણામે મનોવિકૃત બની ગયો હતો. તપાસમાં એવું પણ બહાર આવ્યુ કે, કડાદરા વિષ્ણુભાઇ પરમાર સીઆરપીએફમા નોકરી કરતા હતા. ત્યારે તેમની પહેલી પત્નિથી વિપુલ નામનો એક દીકરો થયો હતો.
યુવતીના અનુસાર પોતાના મિત્રની બર્થ ડે હોવાથી તે મિત્રો સાથે જન્મ દિવસની ઉજવણી કરીને બંન્ને ગાંધીનગર તરફ જઇ રહ્યા હતા. ત્યારે કેબલ બ્રિજની નીચે લગભગ ૧૫ મિનિટ પછી અજાણ્યો શખ્સ ત્યાં આવ્યો હતો. તે વ્યક્તિ અચાનક કારની પાછળનો દરવાજો ખોલીને અંદર ઘુસી ગયો હતો. પૈસા કે દાગીના જે હોય તે આપી દેવાની ધમકી આપી હતી. વૈભવે તેનો પ્રતિકાર કરતાં ઝપાઝપી થઇ હતી. દરમિયાન શખ્સે છરીથી વૈભવને ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા.
જેને બચાવવા વચ્ચે પડતાં યુવતીને પણ ૩ જેટલા ઘા વાગ્યા હતા. ગભરાઇને યુવતીએ બંનેના મોબાઇલ, ઘડિયાળ, પર્સ અને ઇમિટેશન જ્વેલરી સહિત ૫૨ હજારની ચીજવસ્તુ આપી દીધી હતી. જેથી તે બંન્નેને ઉતારીને લુટારુ વૈભવની કાર લઈને ભાગ્યો હતો. જો કે થોડો આગળ ગાડી બંધ થઇ ગઇ હતા. જેથી તે ગાડી છોડીને જ નાસી છુટ્યો હતો.
જો કે તેના મિત્રની હાલત ગંભીર હતી. તેને પણ ત્રણ ઘા વાગ્યા હતા જેથી તે અડધો કિલોમીટર સુધી ચાલીને મુખ્ય રોડ સુધી પહોંચી હતી. ત્યાંથી પસાર થઇ રહેલા લોકોની મદદથી ફોન કરીને પોતાના પિતા અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી. જ્યાં એમ્બ્યુલન્સની મદદથી યુવતીને સારવાર માટે ખસેડવામાં આવી હતી. હાલ તો સમગ્ર મામલે પોલીસે તપાસ આદરી હતી. ત્યાર બાદ સમગ્ર કેસ ખુલ્યો હતો.