Western Times News

Gujarati News

ભણસાલીની ‘બૈજુ બાવરા’માં રણવીરના બદલે રણબીરની પસંદગી કરાશે

મુંબઈ, વૈભવી અને ઝાકઝમાળભરી ફિલ્મના સેટ અને કાલ્પનિક દુનિયા સમાન ફિલ્મ સર્જવા જાણીતા મેકર સંજય લીલા ભણસાલી માટે ‘બૈજુ બાવરા’ ફિલ્મ એક ડ્રીમ પ્રોજેક્ટ સમાન છે. તેમણે આ ફિલ્મ પાછળના રિસર્ચ માટે ૨૦ વર્ષ મહેનત કરી છે.

વર્ષાેથી આ ફિલ્મ અંગે વિવિધ પ્રકારના અહેવાલો અવતા રહે છે અને તેની કાસ્ટ અંગે પણ ચર્ચા થયા કરે છે. શરૂઆતમાં તો ભણસાલી ઐશ્વર્યા રાય અને સલમાન ખાન સાથે પણ આ ફિલ્મ કરવા ઇચ્છતા હોવાની ચર્ચા હતી. પરંતુ બાદમાં આ ફિલ્મ પડતી મુકાઈ હતી.

ભણસાલી હાલ ‘લવ એન્ડ વાર’ પર કામ કરી રહ્યા છે. ત્યારે હાલ એવા અહેવાલો છે કે ભણસાલીએ રણબીર કપૂરને બર્થ ડે ગિફ્ટમાં આ ‘બૈજુ બાવરા’ આપી છે.કેટલાક અહેવાલો અનુસાર, “સંજય લીલા ભણસાલીની ટીમે આ ફિલ્મ માટે પ્રોડક્શનનું કામ શરૂ કરી દીધું છે.

રણબીર કપૂર પુરાણા સંગીતનો શોખીન છે અને તે પોતાની સવારની શરૂઆત ૧૯૫૦ના ગીતોથી કરવા માગે છે, જેમાં ૧૯૫૨માં રિલીઝ થયેલી પહેલી બૈજુ બાવરાનો પણ સમાવેશ થાય છે. તે પોતાની નાની દિકરી રાહાને પણ આ ગીતોનો પરિચય કરાવી રહ્યો છે.”

હાલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બંને ભણસાલી સાથે લવ ઍન્ડ વારમાં કામ કરી રહ્યા છે. આ અહેવાલો અનુસાર, સંજય લીલા ભણસાલીએ રનબીર કપૂરને બૈજુ બાવરા ફિલ્મમાં લીડ રોલ તેના ૪૩મા જન્મ દિવસ નિમિત્તે ગિફ્ટ કર્યાે છે.

શરૂઆતમાં આ ફિલ્મ રણવીર સિંહ કરવાનો હોવાના પણ અહેવાલ હતા. કેટલાક અહેવાલ પણ હતા કે ભણસાલીએ પહેલાં આ ફિલ્મ રણવીર સિંહને ઓફર કરી હતી અને તેણે આ ફિલ્મ માટે તૈયારી પણ શરૂ કરી દીધી હતી. જોકે, હજુ આ ફિલ્મ માટેની ફાઇનલ કાસ્ટ ક્યારેય અનાઉન્સ થઈ નથી.

શરૂઆતમાં આલિયા અને રણવીર આ ફિલ્મ કરવાના હોવાના અહેવાલ હતા. સુત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, “રણવીર સિંહ સંજય લીલા ભણસાલી સાથે લાંબા સમયથી આ ફિલ્મ અંગે ચર્ચા કરી રહ્યો હતો. આ ફિલ્મ સાથેના બધાં જ ચઢાવ ઉતાર સાથે રણવીર અને ભણસાલી ફરી એક વખત બૈજુ બાવરા માટે સાથે આવવાના હતા.

આ ફિલ્મને થોડા આર્થિક પ્રશ્નો હતા, પણ રણવીરે હંમેશા પૈસા કરતાં ક્રાફ્ટને મહત્વ આપ્યું છે, તેથી તે ભણસાલીને ફાયદો થતો હોય તો તેમના ખર્ચે ફિલ્મ બનાવે એવી ડીલમાં પણ ફિલ્મ કરવા રાજી થઈ ગયો હતો. ૨૦૨૪ની શરૂઆતમાં આ ફિલ્મ શરૂ થવાની હતી.”રણવીરના ફૅન્સ આ મુદ્દે ઘણા ઉત્સાહીત હતા, કે તેઓ ગલી બોય અને રોકી ઓર રાનીની જોડીને ફરી એક વખત સાથે જોઈ શકશે.

પરંતુ આ કાસ્ટિંગ અંગે કોઈ જાહેરાત થઈ નહોતી. માત્ર ભણસાલી જ જાણે છે કે તે કોને આ ફિલ્મમાં લેવા માગે છે અને તેમણે કોની કલ્પના કરી છે.

આ પહેલાં એવા પણ અહેવાલ હતાં કે આ ફિલ્મમાં રનબીર કપૂર, દીપિકા પાદૂકોણ લીડ રોલમાં હશે, તેમની સાથે આલિયા ભટ્ટ અને અજય દેવગન પણ હશે. બૈજુ બાવરા એક બે ગાયકોની વાત કહેતી મ્યુઝિકલ ફિલ્મ છે. આ ફિલ્મ ૧૯૫૫માં આવેલી બૈજુ બાવરાની રીમેક હશે. એ ફિલ્મમાં ભરત ભુષણ અને મીનાકુમારી લીડ રોલમાં હતા. બૈજુ બાવરાએ મુગલ બાદશાહ અકબરના રત્ન તાનસેનને પડકાર ફેંક્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.