એશિયા કપ ટ્રોફી મામલે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષની મુશ્કેલી વધી શકે છે

મુંબઈ, એશિયા કપ 2025 દરમિયાન શરુ થયેલો વિવાદ હજુ સુધી બંધ થવાનું નામ લઈ રહ્યો નથી. આ દરમિયાન એશિયા કપ ટ્રોફી મામલે એશિયન ક્રિકેટ કાઉન્સિલ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસિન નકવીની મુશ્કેલી વધી શકે છે. રિપોર્ટ મુજબ તેને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલમાંથી કાઢવાનો પ્લાન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ કરી રહ્યું છે. નકવીએ એશિયા કપની ટ્રોફી હજુ સુધી બીસીસીઆઈને સોંપી નથી. આ કારણથી હવે બીસીસીઆઈ મોટું પગલું ભરવા જઈ રહ્યું છે.
બીસીસીઆઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલમાંથી મોહસિન નકવીને આઈસીસી ડિરેક્ટર પદેથી દૂર કરવાનો પ્લાન બનાવી રહ્યું છે. એશિયા કપની ફાઈનલમાં ભારતે પાકિસ્તાનને હરાવી ખિતાબ પોતાને નામ કર્યો હતો પરંતુ ટીમના ખેલાડીઓ મોહસિન નકવી પાસેથી ટ્રોફી લેવાની ના પાડી હતી.
ત્યારબાદ નકવી ટ્રોફીને લઈ ચર્ચામાં હતો. પીટીઆઈના રિપોર્ટ મુજબ બીસીસીઆઈ એશિયા કપ ફાઈનલ બાદ એસીસી અધ્યક્ષ મોહસિન નકવીના આ કારનામાને આઈસીસી સામે ઉઠાવશે.
રિપોર્ટમાં એ પણ દાવો કરવામાં આવ્યો છે કે,બીસીસીઆઈ તેમને આઈસીસી ડિરેક્ટર પદ પરથી બરતરફ કરવાનો પ્રસ્તાવ મૂકી શકે છે. રિપોર્ટ મુજબ બોર્ડના એક અધિકારીએ જણાવ્યું કે, એ જોવાનું બાકી છે કે,
આ મામલે મોહસિન નકવી પર શું કાર્યવાહી થાય છે. મોહસિન નકવી જે કરી રહ્યો છે. તે બિલકુલ ખોટું કરી રહ્યો છે. અને બીસીસીઆઈ તેના વિરુદ્ધ કડક પગલા ભરવા જઈ રહ્યું છે.