Western Times News

Gujarati News

વૃદ્ધને છાતીમાં દુઃખાવો ઉપડતા GRP જવાન તેને ઊંચકીને દોડ્યો

મુંબઈ : શહેરના ઘાટકોપર રેલવે સ્ટેશન પર જીઆરપી  જવાનની સમયસૂચકતાને કારણે એક વૃદ્ધનો જીવ બચી ગયો છે. વૃદ્ધને છાપીમાં દુઃખાવો ઉપડતા જવાને જરા પર રાહ જોવા વગર તેમને ખભા પર ઊંચકી લીધા હતા અને દોડીને તેમને રેલવે સ્ટેશન બહાર પહોંચાડ્યા હતા. વૃદ્ધને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જીઆરપી જવાનના આવા સાહસની તમામ લોકો પ્રશંસા કરી રહ્યા છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે પ્રકાશ ગચ્છે મુંબઈના ઘાટકોપર રેલવે સ્ટેશન પરથી બપોરે બે વાગ્યે ક્યાંક જઈ રહ્યા હતા. હજી તેઓ સ્ટેશન પર ઉભા જ હતા કે તેમને છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. પ્રકાશ નીચે પડતા જ ત્યાં ભીડ એકઠી થઈ ગઈ હતી. આ વખતે ત્યાં ધનંજય ગવલી નામનો પોલીસ જવાન ફરજ પર હતો. ધનંજયને માલુમ પડ્યું કે વૃદ્ધને છાતીમાં દુઃખાવો થઈ રહ્યો છે તો તેણે જરા પર સમયે વેડફ્યા વગર વૃદ્ધને પોતાના ખભા પર ઊંચકી લીધા હતા અને તેમને લઈને બહારની બાજુ દોડ્યો હતો.

વૃદ્ધને આ રીતે ખભા પર ઊંચકીને દોડી રહેલા જવાનને જોઈને હાજર લોકોને પણ આશ્ચર્ય થયું હતું. ધનંજયે વૃધ્ધને પોતાના ખભા પર ઊંચકીને રાજાવાડી હૉસ્પિટલ પહોંચાડ્યા હતા અને તેમને આઈસીયૂમાં દાખલ કરાવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે પ્રકાશ ગચ્છાની હાલત સ્થિર છે. જવાને જ રીતે સમયસૂચતા વાપરીને વૃદ્ધને હૉસ્પિટલ પહોંચ્યા તેના માટે તેની પ્રશંસા થઈ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.