Western Times News

Gujarati News

ભારતમાં હાઈસ્પીડ સેટેલાઈટ ઈન્ટરનેટ શરૂ કરવા માટે સ્ટારલિંક તૈયાર

મુંબઈમાં સર્વિસ ડેમો રન યોજાશે

સ્ટારલિંકે મુંબઈના ચાંદિવલી વિસ્તારમાં આશરે ૧,૨૯૪ ચોરસ ફૂટ ઓફિસ સ્પેસ રૂ.૨.૩૩ કરોડના ભાડા પર પાંચ વર્ષના લીઝ પર લીધી

નવી દિલ્હી,સ્પેસએક્સના સીઈઓ ઈલોન મસ્ક હવે ભારતમાં ઇન્ટરનેટની દુનિયામાં પ્રવેશ કરી રહ્યા છે. તેમની કંપની સ્ટારલિંક સેટેલાઇટ કોમ્યુનિકેશન્સ પ્રાઇવેટ લિમિટેડ ભારતમાં તેની સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા શરૂ કરવાની તૈયારી કરી રહી છે. જેના માટે સ્ટારલિંકે મુંબઈના ચાંદિવલી વિસ્તારમાં આશરે ૧,૨૯૪ ચોરસ ફૂટ ઓફિસ સ્પેસ રૂ.૨.૩૩ કરોડના ભાડા પર પાંચ વર્ષના લીઝ પર લીધી છે. ભારતમાં ઈલોન મસ્કની કંપનીની પ્રથમ સત્તાવાર હાજરી માનવામાં આવી રહી છે.

સ્ટારલિંક કંપની આજે ૩૦ ઓક્ટોબર અને આવતીકાલે ૩૧ ઓક્ટોબરના રોજ મુંબઈમાં ટેકનિકલ અને સુરક્ષા ડેમો રનનું આયોજન કર્યું છે, જેમાં તેના હાઇ-સ્પીડ સેટેલાઇટ ઇન્ટરનેટ નેટવર્કની ક્ષમતાનું પ્રદર્શન કરાશે. તેવામાં મસ્કની કંપનીના ટ્રાયલને ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ કનેક્ટિવિટીના નવા યુગની શરૂઆત માનવામાં આવી રહી છે. જેનાથી દેશના દૂરના અને ગ્રામીણ વિસ્તારોમાં પણ બ્રોડબેન્ડ ઇન્ટરનેટ ઍક્સેસ શક્ય બની શકશે. ડેમો રન પછી કંપની ભારતમાં લોન્ચિંગ કરી શકે છે.

જોકે, સ્ટારલિંક હજુ પણ સરકારની મંજૂરી અને સ્પેક્ટ્રમ ક્લિયરન્સની રાહ જોઈ રહી છે. નિષ્ણાતોનું કહેવું છે કે, સ્ટારલિંકની એન્ટ્રી થવાથી ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ ક્ષેત્રમાં નવી સ્પર્ધા શરૂ થશે. આનાથી ઇન્ટરનેટ સેવાની ગુણવત્તા અને સુલભતામાં નોંધપાત્ર ફેરફારો થઈ શકે છે. ઈલોન મસ્કની સ્ટારલિંક કંપની ૧૫૦થી વધુ દેશોમાં ઉપગ્રહોના નેટવર્ક દ્વારા હાઇ-સ્પીડ, લો-લેટેન્સી ઇન્ટરનેટ સેવાઓ પ્રદાન કરેશે, જે ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં તેમજ જહાજો અને વિમાનોમાં કાર્ય કરી શકે છે.

સ્ટારલિંકની ઇન્ટરનેટ સેવા વિશ્વભરના આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં કામ કરે છે, જ્યાં પરંપરાગત બ્રોડબેન્ડ સેવાઓ અપ્રાપ્ય છે. સ્ટારલિંકની ઇન્ટરનેટ સેવા પાંચ વર્ષથી શરૂ થઈ છે, અને કંપનીના વિશ્વભરમાં ૭ મિલિયન યુઝર્સ છે. હવે ભારતમાં પ્રવેશ સાથે સ્ટારલિંકની સેવા ગ્રામીણ વિસ્તારોમાં અને આપત્તિઓ દરમિયાન ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. TRAI જાન્યુઆરી-ફેબ્›આરી ૨૦૨૬ સુધીમાં ભારતમાં કિંમત નક્કી કરશે. ગેટવે સેટઅપ ઇન્સ્ટોલ કરાયા છે અને DoT અને IN-SPACE મંજૂરીઓ મળી ગઈ છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.