ગરીબી દૂર કરી હોવાના પાકિસ્તાનના દાવાને વિશ્વ બેન્કે ફગાવી દીધો
પાકિસ્તાનમાં ૪૦ ટકા બાળકો તો અર્ધભૂખ્યા જેવી સ્થિતિ
પાકિસ્તાન ગરીબીનો આંક જાણી જોઈને છૂપાવી રહ્યું છે ૪૦ ટકા બાળકો તો ગરીબીમાં છે અર્ધ ભૂખ્યાં રહે છે ઃ વર્લ્ડ બેન્ક
ઈસ્લામાબાદ,પાકિસ્તાન દાવો કરે છે કે તેણે ગરીબી દૂર કરી નાખી છે. પાકિસ્તાનના આ દાવાને વિશ્વ બેન્કે ફગાવી દીધો છે. વિશ્વ બેન્કે કહ્યું છે કે માત્ર થોડા જૂથો ગરીબીની રેખામાંથી બહાર આવ્યાં છે બાકી તેની ગામડાની વસ્તી તો ગરીબીમાં જ ટળવળે છે.પાકિસ્તાનનાં વર્તમાનપત્ર ‘’એક્સ-પ્રેસ-ટ્રિબ્યુને’’ આપેલા આંકડા પણ સાચા હોવા અંગે શંકા દર્શાવતા વર્લ્ડ બેન્ક કહે છે કે, ‘ગરીબીની પરિસ્થિતિ તો સામાન્ય જનજીવન પરથી જાણી શકાય છે.
આંકડાઓથી નહીં’ વર્લ્ડ બેન્કે તેટલું સ્વીકાર્યું હતું કે ગત વર્ષે ગરીબીની રેખાની નીચે જીવતા ૨૫ ટકા લોકો હતા. વર્તમાન નાણાંકીય વર્ષ ૨૦૨૫માં તેમાં થોડો સુધારો થયો છે, અને ચાલુ નાણાંકીય વર્ષે ગરીબીની રેખા નીચે જીવતા લોકોની ટકાવારી ઘટીને ૨૨.૨ ટકા જેટલી રહી છે. પરંતુ આ આંકમાં શહેરી વિસ્તારોમાં રહેતા લોકો પણ સમાવિષ્ટ છે. ગામડાંઓની પરિસ્થિતિનું સાચું ચિત્ર મળી શકતું નથી.વર્લ્ડ બેન્કે આ સાથે સીધો જ આક્ષેપ કર્યાે હતો કે આ આંકડા પાકિસ્તાન સરકારે આપ્યા છે. પરંતુ વાસ્તવમાં તે સત્ય છુપાવી રહ્યું છે.
વર્લ્ડ બેન્કના સીનીયર ઈકોનોમિસ્ટ તોબિયાસ હક્કે તો જણાવ્યું હતું કે, પાકિસ્તાનમાં ૪૦ ટકા બાળકો તો અર્ધભૂખ્યા જેવી સ્થિતિમાં છે તેથી તેઓની ઉંચાઈ અને કદ પણ ઘટી રહ્યાં છે.આ અર્થશાસ્ત્રીએ તેમ પણ કહ્યું હતું કે, પાકિસ્તાનમાં શહેરી વિસ્તારો અને ગામડાંઓમાં રહેતા લોકોની આર્થિક સ્થિતિ વચ્ચે પણ ઘણું મોટું અંતર રહેલું છે. જોકે કોવિદ-૧૯ અને પ્રચંડ પૂરો પછી પાકિસ્તાનમાં જે ખાના ખરાબી થઈ હતી તેને લીધે તેનો જીડીપીનો વૃદ્ધિદર તો નેગેટિવ થઈ ગયો હતો.
તેમાંથી તે હવે બહાર આવી રહ્યું છે તેમ છતાં દેશમાં આર્થિક અસ્થિરતા છે. આર્થિક સ્થિરતા પ્રાપ્ત કરવા માટે પાકિસ્તાને નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ઓછામાં ઓછો ૩ ટકાનો વૃદ્ધિદર હાંસલ કરવો જ પડે. જો તેમ નહીં કરી શકે તો ફરી આર્થિક મુશ્કેલીમાં મુકાશે. વર્લ્ડ બેન્ક અને આઈએએફના ધીરાણોના હપ્તા અને વ્યાજ ચુકવવા માટે પણ પાકિસ્તાને ચીન અને સઉદી અરબસ્તાન પાસેથી લોન લીધી હતી તે સર્વવિદિત છે.ss1
