Western Times News

Gujarati News

યુદ્ધની ફિલ્મમાં અગત્સ્ય નંદા સામે સિમર લીડ રોલમાં

શ્રીરામ રાઘવને આ ફિલ્મ ડિરેક્ટ કરી છે, જેઓ પહેલાં ‘અંધાધુંધ’ અને ‘બદલાપુર’ જેવી લોકપ્રિય ફિલ્મો આપી ચુક્યા છે

અક્ષયકુમારની ભાણી સિમર ભાટીયા ‘ઇક્કિસ’માં ડેબ્યુ કરશે

મુંબઈ,ચંકી પાંડેના અને અજય દેવગનના ભત્રીજાના બોલિવૂડ ડેબ્યુ પછી હવે અક્ષય કુમારની ભત્રીજી સિમર ભાટીયા બોલિવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. તે અક્ષયની બહેન અલકા ભાટીયાની દિકરી છે, તે ધર્મેન્દ્ર અને અગત્સ્ય સાથે ‘ઇક્કિસ’માં જોવા મળશે. તેના ડેબ્યુની ઇન્ડસ્ટ્રીમાં ચર્ચા પણ છે.અક્ષયની બહેન સિમર ભાટીયા અને તેનાં પહેલા પતિ વૈભવ કપૂરની દિકરી સિમરનો ઉછેર એક ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે મજબુત રીતે જોડાયેલા પરિવારમાં થયો છે.

ત્યાર પછી તેની માતા અલકાએ રીઅલ એસ્ટેટના ઉદ્યોગપતિ સુરેન્દ્ર હિરાનંદાની સાથે ૨૦૧૨માં લગ્ન કરી લીધા હતા. સમૃદ્ધ પરિવારનો વારસો ધરાવતી હોવા છતાં સિમર ક્યારેય કોઈના ધ્યાનમાં આવી નથી અને હંમેશા લો પ્રોફાઇલ રહી છે. તેણે વિદેશમાં જ પોતાનું ઉચ્ચ શિક્ષણ લીધું છે, તેણે યૂએસમાં કેટલાક વર્ષાે વિતાવ્યા છે, જ્યાંથી તેને ક્રિએટિવ આટ્‌ર્સમાં રસ વિકસ્યો.સિમરના ઇન્સ્ટાગ્રામ પરથી તે ફરવાની અને નવા સ્થળો જોવાની શોખીન હોવાનો અંદાજ આવે છે, જેમાં તેના વેકેશન અને કોલેજ લાઇફના ફોટો જોઈ શકાય છે. છતાં તે પોતાના પરિવાર અંગે ઘણી અંગત રહી છે.

સિમર મેડોકની ‘ઇક્કિસ’થી ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરી રહી છે. શ્રીરામ રાઘવને આ ફિલ્મ ડિરેક્ટ કરી છે, જેઓ પહેલાં ‘અંધાધુંધ’ અને ‘બદલાપુર’ જેવી લોકપ્રિય ફિલ્મો આપી ચુક્યા છે. આ ફિલ્મ સૌથી યુવાન પરમ વીર ચક્ર પ્રાપ્ત કરનાર યોદ્ધા અરુણ ખેતરપાલના જીવન પર આધારીત છે, જેમાં અગત્સ્ય નંદા અરુણ ખેતરપાલના રોલમાં, ધર્મેન્દ્ર અને જયદીપ આહલાવત પણ છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.