Western Times News

Gujarati News

રનબીર કપૂર પરિવારના વારસાને અંજલિ આપવા RK સ્ટુડિયો પુનર્જિવીત કરશે

દીપિકા પાદુકોણ સાથે ફિલ્મ બનાવતો હોવાની ચર્ચા

આરકે ફિલ્મ્સની છેલ્લે રિલીઝ થયેલી ફિલ્મ ૧૯૯૯માં આવેલી ‘આ અબ લૌટ ચલે’ ફિલ્મ હતી, જે ઋષિ કપૂરે ડિરેક્ટ કરી હતી

પ્રખ્યાત RK સ્ટુડિયો રીલોન્ચ કરવા રનબીર પ્રોડ્યુસર બનશે

મુંબઈ,પૃથ્વીરાજ કપૂર અને રાજ કપૂરના વારસાને આગળ વધારવા માટે રનબીર કપૂર પોતાના દિલથી નજીક છે એવું એક મિશન શરૂ કરી રહ્યો છે. તેના દાદા રાજ કપૂર દ્વારા શરૂ કરાયેલા આરકે સ્ટુડિયોને પુનર્જિવીત કરવા માટે તે આરકે સ્ટુડિયો ફરી શરુ કરવાનો પ્લાન કરી રહ્યો હોવાના અહેવાલો છે.તે માત્ર ધંધાને ધ્યાનમાં રાખીને સ્ટુડિયો ફરી શરૂ કરવાને બદલે કપૂર પરિવારના વારસાને અંજલિ આપવા માગે છે. આરકે સ્ટુડિયોમાં રનબીર એવી ફિલ્મ પ્રોડ્યુસ કરવા માગે છે, આરકે સ્ટુડિયોના વારસાને આજના અવાજ સાથે જોડીને આજના ઓડિયન્સને ગમે તેવી ફિલ્મ બનાવી શકે. આ અંગેના અહેવાલોમાં એવું પણ કહેવાયું છે કે રનબીરનું આયોજન પાક્કા પાયે ચાલી રહ્યું છે, તેના માટે તે કેટલીક સ્ક્રિપ્ટ પર પણ કામ કરી રહ્યો છે અને તે ટૂંક સમયમાં તેનું શૂટિંગ શરુ કરવા માગે છે.

આ અહેવાલો મુજબ રનબીર કપૂરના આર કે સ્ટુડિયોના પુનર્જીવનના પ્લાન મુજબ તે સ્ટુડિયોની મુંબઇના એક જાણીતા ક્રિએટીવ હબ તરીકે પરી જાણીતો કરવા માગે છે, તેમાં ઓફિસ સાથે ઇન્ડસ્ટ્રીમાં વિવિધ ફિલ્મ મેકર્સ સાથે જોડાઈને સ્ક્રિનીંગ થિએટર જેવી જગ્યા પણ શરૂ કરવા માગે છે. આ પહેલાં તેની ઇચ્છા તેના સ્વર્ગવાસી પિતા ઋષિ કપૂરનું પરિવારના સિનેમાના વારસાને આગળ વધારવાનું સપનું પૂરું કરવાની પણ છે. આ સાથે રનબીર ફિલ્મ ડિરેક્શનમાં પણ ડેબ્યુ કરવા માગે છે. સાથે જ આ પ્રોડક્શન હાઉસ ઇન્ડસ્ટ્રીના કેટલાક જાણીતા ફિલ્મ મેકર્સને ટેકો પણ આપશે, તેમાં દીપિકા પાદુકોણ અને અયાન મુખર્જી સાથે ફિલ્મ થઈ રહી હોવાની પણ ચર્ચા છે. આરકે સ્ટુડિયો શરૂ કરવો એ એક મોટી ઘટના ગણાશે, જેનાથી રાજ કપૂરની ફિલ્મોના ગોલ્ડન એરાને પણ એક શ્રદ્ધાંજલિ આપવા માગે છે.

તેથી આજની પેઢીના ફિલ્મમેકર્સને મંચ આપવાનો વારસો આગળ ધપાવવા માગે છે. આ રીતે રનબીર કપૂરની ભૂમિકા પણ એક કલાકારથી આગળ વધીને ઇન્ડસ્ટ્રીના ભારતીય સિનેમાના સૌથી વધુ સચવાયેલા ખજાનાના વારસાના પહેરેદાર સમાન એક અગ્રણી તરીકે પણ સ્થાપિત થશે.આરકે સ્ટુડિયોની સ્થાપના રાજ કપૂરે ૧૯૪૮માં કરી હતી. જેમણે કેટલીક અતિ લોકપ્રિય ફિલ્મોમાંની ‘આવારા (૧૯૫૧)’, ‘બરસાત(૧૯૪૯)’, ‘મેરા નામ જોકર(૧૯૭૦)’, ‘બોબી(૧૯૭૩)’, ‘સત્યમ શિવમ સુંદરમ(૧૯૭૮)’, ‘પ્રેમ રોગ(૧૯૮૨)’, ‘રામ તેરી ગંગા મેલી(૧૯૮૫)’ જેવી ફિલ્મ બનાવી હતી અને આ તેમની નિધન પહેલાની અંતિમ ફિલ્મ હતી. આરકે ફિલ્મ્સની છેલ્લે રિલીઝ થયેલી ફિલ્મ ૧૯૯૯માં આવેલી ‘આ અબ લૌટ ચલે’ ફિલ્મ હતી, જે ઋષિ કપૂરે ડિરેક્ટ કરી હતી.

ધીરે ધીરે ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું કેન્દ્ર મુંબઇથી ઉત્તરભારતના નાના ગામો સુધી વિસ્તરી જવાને કારણે આરકે સ્ટુડિયોની ફિલ્મો આવતી બંધ થઈ ગઈ. અંતે ૨૦૧૭માં એક રિયાલિટી શોના શૂટ દરમિયાન આરકે સ્ટુડિયોમાં આગ લાગી, તેણે આરકે સ્ટુડિયોને સૌથી મોટો આંચકો આપ્યો. તેના કારણે સ્ટુડિયોની જગ્યાને ઘણું નુકસાન થયું, ઘણા કિંમતી કોસ્ચ્યુમ્સ, યાદો સાથે ઘણું આગમાં ભસ્મ થઈ ગયું. તેની જાળવણીનો ખર્ચ પહોંચી વળાય તેમ ન હોવાથી અને તેને ફરી બનાવવાનો કોઈ મતલબ ન હોવાથી કપૂર પરિવારે આ સ્ટુડિયો વેંચવાનો નિર્ણય લીધો હતો. એક તરફ રણબીર અને આલિયાએ રાજ અને કૃષ્ણા રાજ કપૂરના બંગલામાં પોતાનો બંગલો બનાવ્યો છે અને તે દિવાળી પર આલિયા અને નીતુ કપૂર સાથે ત્યાં રહેવા ગયો છે, ત્યારે હવે આરકે સ્ટુડિયોને જીવંત કરવાનો વિચાર તેના મોટા આયોજનનો ભાગ હોવાની ચર્ચા છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.