માતાએ ૨૦ દિવસના દીકરાને નદીમાં ફેંકીને મારી નાખ્યો
મુંબઈ, ૧૭ નવેમ્બરના રોજ બનેલી એક દર્દનાક ઘટનાનો ખુલાસો તપાસ દરમિયાન થયો, જેના પગલે મહારાષ્ટ્રના ગોંદિયા જિલ્લામાં બુધવારે ખળભળાટ મચી ગયો છે. અહીં પોલીસે ૨૨ વર્ષની એક મહિલાને તેના નવજાત બાળકની હત્યાના આરોપસર પકડી છે. પોલીસના કહેવા પ્રમાણે, આ મહિલાએ પોતાના ૨૦ દિવસના બાળકને વૅનગંગા નદીમાં ફેંકી દીધું હતું.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે મહિલાએ શરૂઆતમાં પોલીસને ગેરમાર્ગે દોરવા માટે એક ખોટી વાર્તા બનાવી હતી. તેણે દાવો કર્યો હતો કે ૧૭ નવેમ્બરના રોજ કોઈ અજાણ્યો વ્યક્તિ બાળકને ચોરી ગયું હતું. આ નિવેદનને આધારે ગુમ થયેલા બાળકને શોધવાનું કામ શરૂ થયું, પરંતુ તપાસ દરમિયાન પોલીસને તેની વાત પર શંકા ગઈ. આથી, પોલીસે જ્યારે પૂછપરછમાં સખ્તાઈ રાખી, ત્યારે મહિલાએ પોતાનો ગુનો કબૂલી લીધો.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, મહિલા નોકરી કરવા અને ઈન્ડિપેન્ડેન્ટ (સ્વતંત્ર) જીવન જીવવા માગતી હતી, પરંતુ તેને ઘરે રહીને બાળકની દેખભાળ કરવી પડતી હતી. તેને એવું લાગવા માંડ્યું હતું કે બાળકના કારણે તે ઘરમાં પુરાઈને રહી જશે. આ પ્રકારના માનસિક દબાણ અને પરિસ્થિતિઓના કારણે તેણે આ અમાનવીય કૃત્ય કર્યું.
પોલીસે જણાવ્યું કે આરોપી મહિલાએ પોતે જ બાળકને વૅનગંગા નદીમાં ફેંક્્યું હોવાનું કબૂલ્યું હતું. તેની શોધખોળ કરાયા બાદ સ્થાનિક ડાઇવર્સની મદદથી બાળકનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યો. પોલીસે મહિલા સામે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
અધિકારીઓ એ દિશામાં પણ તપાસ કરી રહ્યા છે કે આ ઘટના પાછળ કોઈ બીજું કારણ કે દબાણ જવાબદાર હતું કે કેમ. આ ઘટનાથી સ્થાનિક સમુદાયમાં ગહન આઘાત પહોંચ્યો છે, અને લોકો આ વાત પર અવિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે કે એક માતા આ પ્રકારનું પગલું કેવી રીતે ભરી શકે.SS1MS
