Western Times News

Gujarati News

અભિનેતા અરબાઝ અને શૂરાએ સિપારાની પહેલી ઝલક બતાવી

મુંબઈ, બોલિવૂડ એક્ટર અરબાઝ ખાન અને તેમની પત્ની શૂરા ખાને પોતાની દીકરી સિપારાની પહેલી ઝલક ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. બંનેએ પોતાની નાની રાજકુમારીના નાના હાથ અને પગના સુંદર ફોટા પોસ્ટ કરતા જ સોશિયલ મીડિયા પર પ્રેમની કમેન્ટ્‌સનો વરસાદ થઈ ગયો.

અરબાઝ અને શૂરાએ પોતાની દીકરી સિપારાની પહેલી તસવીર તેના જન્મના લગભગ ૧.૫ મહિના પછી શેર કરી. ફોટો વાયરલ થતાં જ ફેન્સ અને સેલિબ્રિટીઓએ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી. પોસ્ટ સાથે તેમણે એક ખૂબ જ મીઠું કેપ્શન લખ્યું હતું, “સૌથી નાના હાથ અને પગ, પણ આપણા હૃદયનો સૌથી મોટો ભાગ.”

ગયા મહિને ૫ ઓક્ટોબરે શૂરા ખાને દીકરીને જન્મ આપ્યો હતો અને તેનું નામ સિપારા રાખવામાં આવ્યું. આ બંનેનુ પહેલુ સંતાન છે. અરબાઝની પ્રથમ પત્ની મલાઇકા અરોરા સાથે તેમને અરહાન ખાન નામનો પુત્ર પણ છે. ભલે જ અરબાઝ અને શૂરાએ હજુ સુધી દીકરીનો ચહેરો જાહેર કર્યો નથી, પરંતુ તેના નાના હાથ અને પગ જોઈને ફેન્સ ખુશ થઈ ગયા છે.

મંદાના કરીમી, યુલિયા વંતુર, મહિપ કપૂર સહિત અનેક સેલેબ્સે હાર્ટ ઇમોજી સાથે શુભેચ્છાઓ પાઠવી. ગૌહર ખાનએ લખ્યું, “અલ્લાહ તમને ખુશ રાખે.”ફેન્સ પણ પાછળ રહ્યા નહોતાં.

એક યુઝરે લખ્યું, “માશાલ્લાહ, અલ્લાહ તેને લાંબું સ્વાસ્થ્ય આપે અને ખરાબ નજરથી બચાવે.” ફોટોને પોસ્ટ થતા જ હજારો લાઈક્સ અને સેંકડો કોમેન્ટ મળી ગઈ. SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.