Western Times News

Gujarati News

૫૦ વર્ષની ઉંમરે પણ કુંવારી છે સુષ્મિતા સેન, ૨ દીકરીની છે માતા

મુંબઈ, સુÂષ્મતા સેન હિંદી સિનેમાની એક એવી અભિનેત્રી છે, જેની ચર્ચા બોલીવુડમાં આવતા પહેલા થવા લાગી હતી અને ન માત્ર ભારતમાં પરંતુ દિનિયાભરમાં તેણે પોતાના નામનો ડંકો વગાડ્યો હતો. વર્ષ ૧૯૯૪મા તેણે મિસ યુનિવર્સનો તાજ પહેર્યો હતો અને આ ખિતાબ જીતનારી પ્રથમ ભારતીય બની હતી. મિસ યુનિવર્સ બન્યા બાદ સુÂષ્મતાએ ફિલ્મ દુનિયામાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

સુષ્મિતા સેન આજે ૫૦ વર્ષની થઈ ગઈ છે. અભિનેત્રીનો જન્મ ૧૯ નવેમ્બર ૧૯૭૫મા હૈદરાબાદમાં થયો હતો. પોતાની ફિલ્મોથી વધુ સુષ્મિતા સેન પોતાના અંગત જીવનને કારણે ચર્ચામાં રહી. તેનું નામ ચાર-પાંચ નહીં, પરંતુ ૧૧ લોકો સાથે જોડાઈ ચૂક્્યું છે. તેમ છતાં તે ૫૦ વર્ષની ઉંમરે કુંવારી છે. પરંતુ તેમ છતાં અભિનેત્રી બે દીકરીઓની માતા છે.

સુષ્મિતા સેનનો પહેલો બોયફ્રેન્ડ રજત તારા હતો, આ વાત તેણે એક ઇન્ટરવ્યુમાં જાહેર કરી હતી. તેણી એક સમયે પરિણીત ફિલ્મ દિગ્દર્શક વિક્રમ ભટ્ટ સાથે પણ જોડાયેલી હતી, પરંતુ આ સંબંધ લાંબો સમય ટકી શક્્યો નહીં. અહેવાલો સૂચવે છે કે અભિનેત્રીએ ત્રણ વર્ષ સુધી અભિનેતા રણદીપ હુડાને પણ ડેટ કરી હતી. તેણીનું નામ બંટી સચદેવ અને ઉદ્યોગપતિ ઇÂમ્તયાઝ ખત્રી સાથે પણ જોડાયેલું છે.

સુષ્મિતા સેનના અફેર્સનું લિસ્ટ લાંબુ છે. હોટમેલના ફાઉન્ડર સબીર ભાટિયા અને ડાયરેક્ટર મુદસ્સર અજીઝની સાથે પણ સુÂષ્મતા સેનના સંબંધના સમાચાર આવ્યા હતા.

આ સિવાય અભિનેત્રીનું નામ બો હોટેલિયર સંજય નારંગ અને ઋતિક ભસીન સાથે પણ જોડાયું હતું. તો સુÂષ્મતા ઉંમરમાં ૧૫ વર્ષ નાના રોહમન શોલને પણ ડેટ કરી ચૂકી છે.

બ્રેકઅપ બાદ તેનો સંબંધ આઈપીએલના ફાઉન્ડર લલિત મોદી સાથે ચર્ચામાં રહ્યો. બંનેની પ્રાઇવેટ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.

એક સમયે પોતાની એકલતા દૂર કરવા માટે સુÂષ્મતા સેનએ દીકરીને દતક લેવાનો નિર્ણય કર્યો હતો. પહેલા તેણે ૨૦૦૦માં દીકરી રેનીને દતક લીધી હતી, જ્યારે ૧૦ વર્ષ બાદ ૨૦૧૦મા અભિનેત્રીએ નાની દીકરી અલીશાને દત્તક લીધી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.