Western Times News

Gujarati News

બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર સર્જાતા મીની વાવાઝોડું સર્જાય તેવી શક્યતા

અમદાવાદ, બંગાળની ખાડીમાં હવામાનમાં સતત ફેરફારો વચ્ચે વધુ એક નવું લો પ્રેશર સર્જાવાની શક્્યતા ઊભી થઈ છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ આવતા એક સપ્તાહમાં આ સિસ્ટમ મીની વાવાઝોડા રૂપે વિકસિત થઈ શકે છે.

હાલ બંગાળની ખાડીમાં તાપમાન અને ભેજ વધતા અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ રહી છે, જે આવનારા દિવસોમાં હવામાનમાં ફેરફારના સંકેતો આપે છે.

આગામી ૨૨ નવેમ્બરની આસપાસ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં સાયરક્લોનિક સર્ક્‌યુલેશન બાદ આગામી ૪ દિવસમાં ડીપ્રેશનમાં ફેરવાય તેવી શક્્યતા છે, જેના કારણે હવામાન વિભાગે વાવાઝોડાની પણ શક્્યતા વ્યક્ત કરી છે.

ગુજરાતમાં હાલ ઠંડીનો માહોલ જામ્યો છે. રાજ્યના મુખ્ય શહેરોમાં બુધવારે સવારે તાપમાન સામાન્યથી થોડું ઓછું નોંધાયું હતું. નડિયાદમાં ૧૦.૫°, અમરેલીમાં ૧૧.૨°, ગાંધીનગર અને જૂનાગઢમાં ૧૨°, રાજકોટ–પોરબંદર–દ્વારકા વિસ્તારમાં ૧૩°, અમદાવાદ–વડોદરા ખાતે ૧૪° સેલ્સિયસના પારે ઠંડી અનુભવાઈ હતી. ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી હોવાને કારણે પવનનો વેગ ગુજરાત તરફ વધ્યો છે, જેના પરિણામે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં રાત્રિના તાપમાનમાં કંઇક ઘટાડો નોંધાયો છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલ બંગાળની ખાડીમાં સર્જાયેલું દબાણ આગામી દિવસોમાં ગુજરાત પર સીધો કેટલો પ્રભાવ પડશે તે હજી સ્પષ્ટ નથી. સિસ્ટમની દિશા અને તેની ગતિ પર અંતિમ અસર આધારિત રહેશે. આ લો પ્રેશર જો પશ્ચિમ કે ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધશે તો ગુજરાત પર અસર થઈ શકે છે, જેના કારણે ગુજરાતના હવામાનમાં બદલાવ આવી શકે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.