Western Times News

Gujarati News

ભારતકૂલ અધ્યાય 2માં બાળકોમાં સર્જનશક્તિની ખીલવણીનું સેશન યોજાયું

અમદાવાદ, ગુજરાત મીડિયા ક્લબ દ્વારા આયોજિત ભારતકુલ અધ્યાય 2માં બાળકોમાં સર્જનશક્તિની ખીલવણી સેશન યુનિવર્સિટીમાં યોજાયું હતું. આ સેશનમાં આર્જવ ત્રિવેદી, પ્રશાંત રાવલ, મનહર ઓઝા અને મહેશ દવે હાજર રહ્યા હતા. ડૉ. સ્નેહલ નિમાવતે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. જે વેસ્ટર્ન ટાઇમ્સમાં મન ઝરૂખો કોલમ લખે છે.

સમગ્ર કાર્યક્રમમાં પ્રેરણાત્મક વાતો થઈ. બાળ વિકાસ માટે શું પગલા લેવા એ વિશે ઊંડાણથી ચર્ચા થઈ. બધા બાળકોમાં જુદી કલા છે. બધા બાળકો શ્રેષ્ઠ છે. એમને સ્પર્ધાથી દૂર રાખવા જોઈએ. મોબાઇલ વાપરવાની ના નહીં પાડવાની પણ એને એવી પ્રવૃત્તિ સાથે જોડવા જોઈએ કે એમની અંદર છુપાયેલી શક્તિઓ બહાર આવે છે. સોશિયલ મીડિયાથી બાળકો પાસે કેમ સર્જનાત્મક કામ કરાવી શકાય એ વિશે વિગતે વાત થઈ.
AI નો ઉપયોગ કરીને બાળકો પાસે કેમ સર્જનાત્મક કાર્યો કરાવી શકાય એ બાળસર્જન માટે કામ કરતા કરતા લોકોએ શીખવું જોઈએ અને એનો અમલ કરવો જોઈએ. આવી રસપ્રદ વાતો આ સેશનમાં થઈ.
રમતા રમતા બાળકોને કેમ ભણાવવા એ વાત જરૂરી છે. ભણવું ભાર નહીં પણ પ્રગતિ આપનાર હોવું જોઈએ. પંચતંત્ર હિતોપદેશ ને ટેક્નોલોજી સાથે નવી વાર્તાનું સર્જન થઈ રહ્યું છે એ વાત પ્રેરણાદાયી છે.
બાળકોને શિરો જેમ ગળે ઊતરે એમ વાર્તા અને એનો બોધ સમજે એવું સાહિત્ય સર્જન થઈ રહ્યું છે એ ગૌરવપ્રદ વાત છે. મનહર ઓઝા અને પ્રશાંત રાવલે બાળગીત ગાઈને વાતાવરણ જીવંત કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. સ્નેહલ નિમાવતે કર્યું હતું. સર્જનાત્મક સવાલો પૂછીને સ્નેહલ નિમાવતે આ સેશનની શરૂઆત કરી હતી.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.