AACAના 35 વર્ષોની ઉજવણી રેકોર્ડ ભાગીદારી, ભાવનાત્મક ક્ષણો અને રાષ્ટ્રીય ઓળખ સાથે
ફેસ્ટિવલ ઓફ એડવર્ટાઇઝિંગ 2026એ સર્જનાત્મક શ્રેષ્ઠતાનો નવો ધોરણ સ્થાપ્યો
AACA મીડિયા એવોર્ડ 2026એ ગુજરાતની સર્જનાત્મક ઊર્જાને પ્રજ્વલિત કરી-AACA દ્વારા આવનારા સમયમાં કોફી ટેબલ બુક, ક્રિએટિવ સ્પાર્ક, બ્લડ ડોનેશન ડ્રાઈવ, લેજેન્ડ ટોક-શો અને એએસીએ ક્રિકેટ કાર્નિવલ જેવી પહેલોની જાહેરાત પણ કરવામાં આવી
અમદાવાદ, ૪ જાન્યુઆરી ૨૦૨૬ : અમદાવાદ એડવર્ટાઈઝિંગ વેલફેર સર્કલ એસોસિએશન (AACA) દ્વારા આયોજિત ભવ્ય ફેસ્ટિવલ ઓફ એડવર્ટાઈઝિંગ ૨૦૨૬ અંતર્ગત એએસીએ મીડિયા એવોર્ડ્સ ૨૦૨૬ – ગ્રાન્ડ એવોર્ડ શોનું અમદાવાદમાં સફળ આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગ એએસીએના ૩૫ વર્ષના ગૌરવસભર પ્રવાસની ઐતિહાસિક ઉજવણી તરીકે ઉજવાયો.
આ ફેસ્ટિવલે સમગ્ર એડવર્ટાઈઝિંગ ઇન્ડસ્ટ્રીમાં જોરદાર મોમેન્ટમ સર્જ્યું. અગ્રણી એડવર્ટાઈઝિંગ એજન્સીઓ, મીડિયા ઓનર્સ, મીડિયા પ્રોફેશનલ્સ અને એડવર્ટાઈઝર્સ એક મંચ પર એકત્રિત થયા અને ગુજરાતની એડવર્ટાઈઝિંગ ફ્રેટરનિટીએ ક્રિએટિવિટી, કોલોબ્રેશન અને વેલ્યુ-ડ્રિવન ગ્રોથના સાડા ત્રણ દાયકાના યોગદાનની ભવ્ય ઉજવણી કરી. ગ્રાન્ડ રેડ કાર્પેટ વેલકમ, એંગેજિંગ એન્ટરટેઇનમેન્ટ અને જીવંત સંવાદોએ સમગ્ર વાતાવરણને ઉત્સવમય બનાવી દીધું.

આ પ્રતિષ્ઠિત એવોર્ડ સમારોહમાં પ્રિન્ટ, ટેલિવિઝન–સિનેમા, રેડિયો, આઉટડોર અને ડિજિટલ એડવર્ટાઈઝિંગ કેટેગરીઝમાં શ્રેષ્ઠ કાર્ય બદલ કુલ ૩૯ એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા. નોમિનેશન અનાઉન્સમેન્ટ્સ અને એવોર્ડ પ્રેઝન્ટેશન દરમિયાન ઉત્સાહ પીક પર હતો અને અનેક ઇમોશનલ તથા મેમોરેબલ મોમેન્ટ્સ જોવા મળ્યા, જેનાથી એડવર્ટાઈઝિંગ એજન્સીઓની ક્રિએટિવ જર્નીને ગૌરવપૂર્ણ ઓળખ મળી.
આ વર્ષે પ્રથમ વખત સેન્ટ્રલ ગુજરાત, સાઉથ ગુજરાત અને સૌરાષ્ટ્ર–કચ્છની એડવર્ટાઈઝિંગ એજન્સીઓને એએસીએ દ્વારા વિશેષ પ્લેટફોર્મ આપવામાં આવ્યું અને ઇન્ડસ્ટ્રીના વિકાસમાં તેમના યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા.
મનિષ ગાંધી, પ્રેસિડેન્ટ – એએસીએ,એ જણાવ્યું: “એએસીએ મીડિયા એવોર્ડ્સ ૨૦૨૬ માત્ર એક એવોર્ડ નાઇટ નહોતો, પરંતુ એડવર્ટાઈઝિંગ ઇન્ડસ્ટ્રીની એનર્જી, એકતા અને ક્રિએટિવ શક્તિનું સાચું પ્રતિબિંબ હતું. મીડિયા ફ્રેટરનિટી તરફથી મળેલો ઓવરવ્હેલ્મિંગ સપોર્ટ આ ફેસ્ટિવલને ખરેખર ઇમ્પેક્ટફુલ બનાવવામાં સહાયક બન્યો.”

તમામ માસ મીડિયા પ્લેટફોર્મ્સ પર મળેલા વ્યાપક કવરેજના કારણે ફેસ્ટિવલ ઓફ એડવર્ટાઈઝિંગ ૨૦૨૬ને મજબૂત નેશનલ રેકગ્નિશન મળ્યું અને એએસીએ દેશના ક્રિએટિવ મેપ પર પોતાની વિશિષ્ટ ઓળખ સ્થાપિત કરી.
આ અવસરે એએસીએ દ્વારા આવનારા સમયમાં કોફી ટેબલ બુક, ક્રિએટિવ સ્પાર્ક, બ્લડ ડોનેશન ડ્રાઈવ, લેજેન્ડ ટોક-શો અને એએસીએ ક્રિકેટ કાર્નિવલ જેવી પહેલોની જાહેરાત પણ કરવામાં આવી, જે ક્રિએટિવિટી, સોશિયલ રિસ્પોન્સિબિલિટી અને ઇન્ડસ્ટ્રી કોલોબ્રેશન પ્રત્યેની એએસીએની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવશે.
