Western Times News

Gujarati News

રેલવે સ્ટેશન પર વર્ષ 2025-26માં ગંદકી કરવા બદલ 2330 કેસો કરાયા

અમદાવાદ મંડળ દ્વારા રેલવે પરિસરમાં થૂંકવા અને ગંદકી ફેલાવનાર મુસાફરો/લોકો સામે કડક કાર્યવાહી

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા રેલવે અધિનિયમ, 1989ની કલમ 198 અંતર્ગત રેલ પરિસરમાં સ્વચ્છતા જાળવવા તથા મુસાફરોમાં જાગૃતિ વધારવાના હેતુથી વર્ષ 2025-26 દરમિયાન સઘન અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

·         આ અભિયાન અંતર્ગત રેલવે પરિસરમાં થૂંકવા અને ગંદકી ફેલાવનાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતીજેમાં વર્ષ 2025-26 દરમિયાન અત્યાર સુધી કુલ 2330 કેસોમાં કાર્યવાહી કરીને રૂપિયા 5,05,707/- નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

· તેમજ માત્ર ડિસેમ્બર 2025 દરમિયાન 250 કેસોમાં કાર્યવાહી કરીને રૂપિયા 59,100/- નો દંડ વસૂલવામાં આવ્યો હતો.

રેલ પ્રશાસન મુસાફરોને અપીલ કરે છે કે રેલવે પરિસર અને ટ્રેનોમાં ગંદકી ન ફેલાવે તથા સ્વચ્છતા સંબંધિત નિયમોનું પાલન કરે. સ્વચ્છ રેલવે અને સુરક્ષિત રેલવેના નિર્માણ માટે સૌનો સહકાર આવશ્યક છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.