GLS-FOCના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પ્રકાશ અંધ કન્યા શાળાની વિદ્યાર્થિનીઓ સાથે ગીતગાન કર્યુ
અમદાવાદ, “પ્રયાસ – ચેરિટી વિથ સ્માઇલ”ના બેનર હેઠળ, GLS યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ કોમર્સ (GLS-FOC) દ્વારા મેમનગર સ્થિત પ્રકાશ અંધ કન્યા શાળાની હ્રદયસ્પર્શી મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. GLS-FOCના ફેકલ્ટી સભ્યો તથા વિદ્યાર્થીઓના સમૂહે શાળાની અંધ વિદ્યાર્થિનીઓ સાથે આનંદપૂર્વક વિતાવ્યો.
આ મુલાકાત દરમિયાન GLS-FOCના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પ્રકાશ અંધ કન્યા શાળાની વિદ્યાર્થિનીઓ સાથે ગીતગાન કર્યું, પરસ્પર સંવાદ કર્યો, અંતાક્ષરી જેવી રમતો રમ્યા અને વિવિધ ઉપયોગી ભેટો આપી ખુશીના પળો વહેંચ્યા.
આપવામાં આવેલી ભેટોમાં વિવિધ સાંસ્કૃતિક સ્પર્ધાઓ માટેની નકલી દાગીના સેટ્સ, વિવિધ એક્સેસરીઝ તથા મેકઅપ સામગ્રીનો સમાવેશ થતો હતો.

પ્રકાશ ગૃહના શિક્ષકોએ મુલાકાતે આવેલા વિદ્યાર્થીઓને સંસ્થાનો પરિચય આપતાં કેમ્પસનો પ્રવાસ કરાવ્યો અને અંધ વિદ્યાર્થિનીઓ કેવી રીતે જીવનોપયોગી કૌશલ્યો વિકસાવી રહી છે તે દર્શાવ્યું. તેમાં ચીક્કી બનાવવાની પ્રક્રિયા, બ્રેઇલ શીખવું અને કમ્પ્યુટર કૌશલ્યનો સમાવેશ થતો હતો. આ પ્રદર્શન દ્વારા દૃષ્ટિહિન વ્યક્તિઓને સશક્ત બનાવવા માટે વ્યવસાયિક તથા સમાવેશક શિક્ષણની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડવામાં આવ્યો.
આ કાર્યક્રમનું સંકલન ડૉ. ગીતાંજલિ રામપાલ, ડૉ. અંકિત ભોજક અને ડૉ. કવિતા ખાંચંદાણી દ્વારા કરવામાં આવ્યું હતું. આ મુલાકાતે વિદ્યાર્થીઓમાં સુલભતા અને સમાવેશ અંગેની સમજ વધારી તેમજ સામાજિક જવાબદારીની ભાવનાને પ્રોત્સાહન આપ્યું, જે GLS યુનિવર્સિટીની સમુદાય પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. આ કાર્યક્રમ એક સમૃદ્ધ અને સ્મરણિય અનુભવ સાબિત થયો, જેમાં ખુશીઓ વહેંચાઈ અને જીવનભર યાદ રહે તેવી સ્મૃતિઓ સર્જાઈ.

New year Celebrations at Prakash Andh Kanya Shala, Memnagar by GLS-FOC STUDENTS under Prayas – Charity with Smile. Under the banner of PRAYAS – CHARITY WITH SMILE, GLS University’s Faculty of Commerce (GLS-FOC) organized a heartfelt visit to Prakash Andh Kanya Shala in Memnagar. A group of faculty members and students from GLS-FOC spent a fulfilling morning engaging with the blind girls at the school.
