પરપ્રાંતીય 22 વર્ષીય બ્રેઇનડેડ મુસ્લીમ યુવતીના અંગદાનથી ૭ અંગોનું દાન મળ્યુ
સિવિલ હોસ્પિટલમાં થયું ગુપ્તદાન સ્વરૂપે એક વધુ અંગદાન :- સિવિલમાં કુલ અંગદાન ૨૨૫એ પહોચ્યુ –સિવિલ હોસ્પિટલ માં એક દીવસમાં એક બ્રેઇન ડેડ તેમજ એક મ્રુત દાતા તરફથી ૧૦ અંગોનુનું ન મળ્યુ
હ્રદય, લીવર, બે કીડની, બે આંખો તેમજ એક ત્વચાનું દાન મળ્યું –સિવિલ હોસ્પિટલ માં મુસ્લીમ સમાજમાંથી થયેલુ આ ૮મુ અંગદાન
યુ એન મેહતા હોસ્પિટલમાં દાખલ ૬૪ વર્ષીય દીનેશભાઇ ગલાઠીયા મ્રુત્યુ પામતા પરીવારજનો એ સ્કીન તેમજ આંખોનુ દાન કરવાનો પરોપકારી નિર્ણય કર્યો
અત્યાર સુધી ૨૨૫ અંગદાતાઓ થકી ૭૪૬ અંગો દાન માં મળ્યા –૧૬૮ ચક્ષુ તેમજ ૩૨ ચામડી મળી કુલ ૨૦૦ પેશી ઓ નુ પણ દાન મળ્યુ
અત્યાર સુધી અંગદાન થી મળેલા ૭૪૬ અંગો થકી ૭૨૪ વ્યક્તિઓને નવું જીવન પ્રદાન થયું છે :- ડૉ. રાકેશ જોશી તબીબી અધિક્ષક સિવિલ હોસ્પિટલ અમદાવાદ
સિવિલ હોસ્પિટલ ખાતે ગુપ્ત દાન સ્વરૂપે થયેલા ૨૨૫ માં અંગદાનની વિગતો જોઇએ તો સિવિલના ICU માં દાખલ પરપ્રાંતીય ૨૨ વર્ષીય બ્રેઇનડેડ મુસ્લીમ યુવતી સારવાર દરમિયાન તા.૧૧.૦૧.૨૦૨૬ના રોજ બ્રેઈનડેડ થતા હોસ્પિટલની અંગદાન ટીમના ડૉ. જીનેન પંડ્યા દ્વારા દર્દીના સગાઓને સમજાવતા તેઓ એ અંગદાનની સંમતિ આપી હતી.
આ સાથે યુ એન મેહતા હોસ્પિટલ માં દાખલ ૬૪ વર્ષીય દીનેશભાઇ ગલાઠીયા મ્રુત્યુ પામતા સિવિલ હોસ્પિટલ ના ડૉ.ભાવેશ પ્રજાપતિ એ તેમના પરીવારજનોને ચામડી તેમજ આંખોના દાન વિશે સમજાવતા સગાએ સંમતિ આપતા દીનેશભાઇના ચામડી તેમજ આંખોનુ દાન મળ્યુ હતુ.
સિવિલ હોસ્પિટલ ખાતે આજદિન સુધીમાં કુલ ૨૨૫ અંગદાતા થકી કુલ ૭૪૬ અંગોનું દાન મળ્યું છે. આમ જોઇ એ તો ૧૬૮ ચક્ષુ તેમજ ૩૨ ચામડી મળી કુલ ૨૦૦ પેશી ઓ સાથે કુલ ૯૪૬ અંગો તેમજ પેશીઓ નુ દાન સિવિલ હોસ્પિટલ દ્વારા આજદીન સુધી મેળવવામાં આવ્યુ છે તેમ ડૉ.જોષીએ વધુમાં જણાવ્યુ હતુ.
આ અંગદાન સાથે સિવિલ હોસ્પિટલમાં અત્યારસુધી ૧૯૯ લીવર, ૪૧૪ કીડની, ૧૮ સ્વાદુપિંડ, ૭૩ હૃદય, ૬ હાથ, ૩૪ ફેફસાં, ૨ નાનાં આંતરડાં, ૧૬૮ ચક્ષુ તથા ૩૨ ચામડીનું દાન મળ્યુ છે.
આ બે દાતા દ્વારા કરવામાં આવેલ અંગદાનથી મળેલ હ્રદયને સિવિલ મેડીસીટી કેમ્પસની જ યુ એન મેહતા હોસ્પિટલમાં તેમજ 2 કીડની અને એક લીવર ને સિવિલ મેડીસીટી કેમ્પસની કીડની હોસ્પિટલ ના જરુરીયાત્મંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે.
તેમજ મળેલ ૨ ત્વચાને સિવિલ હોસ્પિટલની સ્કીન બેંકમાં દાઝેલા દર્દીઓની સારવાર માટે ઉપયોગ માં લેવા સાચવવા માં આવી છે તથા મળેલ ૪ આંખોનુ દાન સિવિલ કેમ્પસની એમ એન્ડ જે આંખ ની હોસ્પિટલ દ્વારા સ્વીકારવામાં આવ્યુ છે તેમ માહીતી આપતા વધુ માં ડો. જોષીએ જણાવ્યુ હતું
