ગુજરાત હાઈકોર્ટના પટાંગણમાં અર્થસભર ધ્વજવંદન કાર્યક્રમ યોજાઈ ગયો !!
ગુજરાત હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતાબેન અગ્રવાલે રાષ્ટ્રધ્વજને સલામી અર્પી આઝાદી પર્વની ભાવનાત્મક શુભેચ્છાઓ પાઠવી !
તસ્વીર ગુજરાત હાઈકોર્ટ માં યોજાયેલ ધ્વજવંદન સમારોહની છે ! ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ શ્રીમતી સુનિતાબેન અગ્રવાલે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ સલામી અર્પિત કરી હતી ! અને તમામ ન્યાયાધીશો ગુજરાત હાઈકોર્ટના કર્મચારી પરિવારને ઉષ્માભરી રીતે આઝાદી દિનની શુભકામનાઓ દિલથી પાઠવી હતી અને ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશો સાથે હાઈકોર્ટના સંકુલમાં ધ્વજવંદન કાર્યક્રમ માણ્યો હતો !
ગુજરાત હાઈકોર્ટમાં મોટી સંખ્યામાં મહિલા ધારાશાસ્ત્રીઓની ઉપસ્થિતિ સૌ કોઈનું ધ્યાન ખેંચતી હતી ! લોકોને હાઈકોર્ટમાંથી ઝડપી ન્યાય મળે અને અર્થસભર ન્યાય મળે અને પ્રત્યેક ન્યાયાધીશ તેની કાળજી રાખે એ જ આઝાદી પર્વની ઉજવણીની સાર્થકતા છે ! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા માનદ્દ મદદનીશ પત્રકાર ગઝાલા શેખ દ્વારા)
અમેરિકાના પ્રમુખ બેન્જામીન ફ્રેન્કલીન કહે છે કે, “વૈચારિક સ્વતંત્રતા વિના ડાહપણ અને વાણી સ્વાતંત્ર્ય વિના વ્યક્તિ સ્વાતંત્ર્ય શકય નથી”!! ગુજરાત હાઈકોર્ટ એ નાગરિકોના બંધારણીય અધિકારોની અને આઝાદીની રક્ષક છે ! આ “આઝાદી” નું પ્રત્યેક દિન રક્ષણ કરનાર ન્યાયમૂર્તિશ્રીઓએ ગુજરાત હાઈકોર્ટના પટાંગણમાં ૨૬ મી જાન્યુઆરીના રોજ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ શ્રીમતી સુનિતાબેન અગ્રવાલના નેતૃત્વ હેઠળ યોજાયેલ ધ્વજવંદન કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો !
એટલું જ નહીં ગુજરાત હાઈકોર્ટ બારના પ્રમુખ શ્રી યતીનભાઈ ઓઝા, શ્રી પૃથ્વીસિંહજી જાડેજાના નેતૃત્વ હેઠળ હાઈકોર્ટ બારના હોદ્દેદારોએ પણ ઉત્સાહભેર ધ્વજવંદન કાર્યક્રમ માણ્યો હતો ! તેની આ બોલતી તસ્વીર છે !
આઝાદી પર્વ નિમિત્તે સૈધ્ધાંતિક એકતાનો સંકેત મળ્યો ?! ગુજરાત હાઈકોર્ટમાં ધ્વજવંદન સમારોહમાં બાર અને બેન્ચ વચ્ચેના વૈચારિક સમતુલાની ખુશ્બુ પ્રસરી ?!

તસ્વીર ૨૬ મી જાન્યુઆરી ના રોજ ગુજરાત હાઈકોર્ટના પટાંગણમાં યોજાયેલ ધ્વજવંદન કાર્યક્રમની છે ! આ વખતે પહેલી વાર એ જોવા મળ્યું કે ગુજરાત હાઈકોર્ટ બાર એસોસીએશનના મોટા ભાગના હોદ્દેદારો અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યાં ! ગુજરાત હાઈકોર્ટ બારના પ્રમુખ શ્રી યતિનભાઈ ઓઝા તથા હાઈકોર્ટ બારના ઉપપ્રમુખ શ્રી પૃથ્વીસિંહજી જાડેજા ના નેતૃત્વ હેઠળ લગભગ બારના હોદ્દેદારોએ
અને બારના કારોબારી સભ્યોએ ઉત્સાહભેર ભાગ લઈને ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ શ્રીમતી સુનિતાબેન અગ્રવાલ સાથે એક યાદગાર તસ્વીર પણ પડાવી હતી ! જેનાથી એવો સ્પષ્ટ સંદેશો જતો હતો કે, બાર અને બેન્ચ ન્યાયતંત્રની આઝાદીના સમર્થનમાં અને લોકોના અધિકારની રક્ષા માટે એક છે ! કોઈપણ સમસ્યા વિચાર વિમર્શથી ઉકેલાય એ જ વ્યવસાયિક મૂલ્યોની માવજત છે !! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર દ્વારા
તથા માનદ્દ મદદનીશ પત્રકાર ગઝાલા શેખ દ્વારા)
અમેરિકાના પ્રમુખ એડલાઈ ઈ. સ્ટીવન્સને સુંદર કહ્યું છે કે, ‘લોકશાહી બચાવવા કોઈ સુપરમેન નહીં આવે, એ બચશે નાના નાના લોકોના પૂર્ણ સમર્પણથી, એમની સારપથી’!! લોકશાહી મૂલ્યોનું સમર્થન ! અને ન્યાયતંત્રના સ્વાતંત્ર્યનું સમર્થન કરીને આપણે વાસ્તવિક આઝાદી માણી શકીએ ! આ માટે પ્રત્યેક ન્યાયાધીશ દેશમાં બંધારણવાદની ભાવના ઉજાગર કરે ! એવા અવલોકન સાથે ઐતિહાસિક ચૂકાદાઓ આપે !
સમગ્ર વકીલ આલમ ન્યાયતંત્રની સ્વતંત્રતા અને સક્ષમતા ટકી રહે તેમાં પુરતું ધ્યાન આપે તો બાર અને બેન્ચ વચ્ચે સૈધ્ધાંતિક, ભાવનાત્મક સમતુલા જળવાઈ રહે! તો જ ગુજરાતના ન્યાયતંત્રની ગરિમા ઉજાગર થશે ! ગુજરાત હાઈકોર્ટના પટાંગણમાં યોજાયેલ કાર્યક્રમમાં બાર અને બેન્ચનો ભાવનાત્મક સબંધ ઉજાગર થયો !
