Western Times News

Gujarati News

જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે આતંકી ઠાર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ-કાશ્મીરની મુલાકાતે 

ઉધમપુર, કઠુઆ, રાજૌરી, પૂંચ અને ડોડા જિલ્લાના પર્વતીય વિસ્તારોમાં આતંકવાદીઓની હાજરી સુરક્ષા દળો માટે મોટી ચિંતાનો વિષય

જમ્મુ,જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લાના બસંતગઢ વિસ્તારમાં સુરક્ષા દળોના સંયુક્ત ઓપરેશનમાં બુધવારે બે આતંકવાદીને ઠાર કરવામાં આવ્યા છે. સુરક્ષા દળના અધિકારીઓએ જણાવ્યું હતું કે આતંકવાદ વિરોધી આ અભિયાન મંગળવારે મોડી સાંજે શરૂ કરવામાં આવ્યું હતું, આતંકવાદીઓ એક ગુફામાંથી ગોળીબાર કરતા જોવા મળ્યા હતા.

સંયુક્ત સુરક્ષા દળોએ ડ્રોનની મદદથી ઉધમપુર જિલ્લાના રામનગર વિસ્તારમાં ગુફા પાસે આતંકવાદીઓની હાજરી જોઇ હતી, ત્યારબાદ આતંકીઓને પકડવા માટે વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાંચમી ફેબ્›આરીથી ત્રણ દિવસ માટે જમ્મુ-કાશ્મીરની મુલાકાતે જવાના છે. આ મુલાકાત દરમિયાન તેઓ આંતરરાષ્ટ્રીય સરહદની મુલાકાત લેશે અને જમ્મુ શહેરમાં વધુ એક સુરક્ષા સમીક્ષા બેઠક પણ યોજશે.

તેમણે વધુમાં કહ્યું કે, આતંકવાદીઓએ ગુફામાંથી મંગળવારે સાંજે સંયુક્ત સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કર્યું હતું. સલામતી દળોની વળતી કાર્યવાહીમાં છેવટે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. ઉધમપુર, કઠુઆ, રાજૌરી, પૂંચ અને ડોડા જિલ્લાના પર્વતીય વિસ્તારોમાં આતંકવાદીઓની હાજરી સુરક્ષા દળો માટે મોટી ચિંતાનો વિષય છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.