Western Times News

Gujarati News

રણવીર સિંહની ‘ધુરંધર ૨’ અને યશની ‘ટોક્સિક’ સાથે ‘ડાકોઇટ’એ ટક્કર ટાળી

આ ‘ડાકોઇટ’ પહેલા ૧૯ માર્ચના રોજ રિલીઝ થવાની હતી ‘ડાકોઇટ’ના

નિર્માતાઓએ ફિલ્મને પોસ્ટપોન કરવાનો નિર્ણય લીધો છે અને હવે ફિલ્મ ૧૦ એપ્રિલના રોજ રિલીઝ થશે

મુંબઈ, અદિવી સેશ અને મૃણાલ ઠાકુરની ફિલ્મ ‘ડાકોઇટ’ને વધુ અનુકૂળ થિયેટ્રિકલ રિલીઝ મળે તે માટે તેની રિલીઝ તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફિલ્મ પહેલા ૧૯ માર્ચના રોજ રિલીઝ થવાની હતી અને તેના કારણે બોક્સ ઓફિસ પર મોટી ટક્કર થવાની શક્યતા હતી, કારણ કે રણવીર સિંહની ‘ધુરંધરઃ ધ રિવેન્જ’ અને યશની ‘ટોક્સિકઃ અ ફેરીટેલ ફોર ગ્રોન-અપ્સ’ આ જ દિવસે રિલીઝ થઈ રહી.

પરંતુ હવે ક્લેશ ટાળવા માટે ફિલ્મને મુલતવી રાખવામાં આવી છે.‘ડાકોઇટ’ના નિર્માતાઓએ ફિલ્મને પોસ્ટપોન કરવાનો નિર્ણય લીધો છે અને હવે ફિલ્મ ૧૦ એપ્રિલના રોજ રિલીઝ થશે. આ નિર્ણય ફિલ્મને વધુ સરળ અને સફળ થિયેટ્રિકલ રન મળે તે હેતુથી લેવામાં આવ્યો છે. નિર્માતાઓએ બંને મોટી ફિલ્મો અને તેમની ક્રિએટિવ ટીમ પ્રત્યે સન્માન વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે “ફિલ્મને તેનો યોગ્ય સમય અને અવસર મળે અને દર્શકો દરેક ફિલ્મને પોતાની રીતે માણી શકે.” તે માટે આ નિર્ણય લેવાયો છે.

ડેબ્યુ ડિરેક્ટર શૈનેલ ડિઓ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં અદિવી સેશ એક ઇન્સ્પેક્ટરની ભૂમિકા ભજવે છે. ફિલ્મની કહાની બે ભૂતપૂર્વ પ્રેમીઓની આસપાસ ફરે છે, જે અનેક લૂંટફાટને અંજામ આપવા મજબૂર થાય છે. ફિલ્મમાં પ્રકાશ રાજ અને અનુરાગ કશ્યપ પણ મહત્વની ભૂમિકામાં છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.