કાનૂની ગૂંચવણો દૂર થતા આસારામના આશ્રમની ડિમોલિશનની કામગીરી શરૂ કરાશે?
અમદાવાદમાં આવેલા આશ્રમની જમીન ગુજરાત સરકારને પરત સોંપવાનો આદેશ કર્યો છે. આ સાથે જ શહેરની ૪૫ હજાર ચોરસ મીટર જેટલી જમીન પર બનેલો આસારામનો આશ્રમ તૂટી જશે.
અમદાવાદ, લંપટ ગુરુ આસારામને વધુ એક ઝટકો મળ્યો છે. ગુજરાત હાઈકોર્ટે આસારામના અમદાવાદમાં આવેલા આશ્રમની જમીન ગુજરાત સરકારને પરત સોંપવાનો આદેશ કર્યો છે. આ સાથે જ શહેરની ૪૫ હજાર ચોરસ મીટર જેટલી જમીન પર બનેલો આસારામનો શાહી મહેલ તૂટી જશે.
ગુજરાતના અમદાવાદમાં ૨૦૩૬ ઓલિમ્પિક ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓ સરકાર દ્વારા આરંભી દેવાઈ છે. આ માટે સરકારે સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવની જાહેરાત કરી હતી. જેમાં ઓલિમ્પિક વિલેજ અને અન્ય રમતગમતની સુવિધાઓ પણ બનાવવામાં આવશે.
આ બધું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે લગભગ ૬૫૦ એકર જમીન પર બનાવવામાં આવશે. ત્યારે આ સ્થળ પર પહેલેથી જ બનાવાયેલ આસારામ આશ્રમની જમીન સંપાદનની પ્રક્રિયા ચાલી રહી હતી.
ત્યારે હવે અમદાવાદમાં આવેલા આસારામ આશ્રમ પર ટૂંક સમયમાં બુલડોઝર ફરશે.કારણ કે, ગુજરાત હાઈકોર્ટે આસારામ આશ્રમની જમીન પરત કરવા રાજ્ય સરકારના નિર્ણયને સમર્થન આપ્યું છે. ગુજરાત હાઈકોર્ટના જજ વૈભવી ડી. નાણાવટીએ ૫ ફેબ્રુઆરીએ આપેલો આ ચુકાદો મહિના લાંબી વિસ્તળત દલીલો બાદ કરવામાં આવ્યો છે. જેથી હવે આસારામ આશ્રમની જમીનની માલિકી કાયદેસર રીતે સરકારને પરત મળશે.
આ સાથે જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે ૫૦૦ કરોડની જમીન પર આસારામ આશ્રમ બનેલો છે. જે તૂટવાથી ૪૫૦૦૦ ચોરસ મીટરથી વધુ જમીન છુટી થશે. આ જમીન ગુજરાત સરકારને પરત મળશે, જે અગાઉ ગુજરાત સરકાર દ્વારા આસારામ આશ્રમને આપવામાં આવી હતી. સાબરમતી વિસ્તારમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બાજુમાં આવેલો આ આશ્રમ રાજ્ય સરકારની માલિકીની જમીન પર બનેલો છે. ત્યારે થોડા સમય અગાઉ કોર્પોરેશને આસારામ આશ્રમને નોટિસ ફટકારી છે.
૫૦૦ કરોડ રૂપિયાની અંદાજિત કિંમતની જમીન પર ૩૨ જેટલા ગેરકાયદે બાંધકામો કરવામાં આવ્યા છે. આ ગેરકાયદેસર બાંધકામોને દૂર કરવા માટે ખ્પ્ઘ્ દ્વારા નોટિસ આપવામાં આવી હતી. ૨૧ જાન્યુઆરીના રોજ ખ્પ્ઘ્ દ્વારા ઇમ્પેક્ટ ફીની અરજીને નામંજૂર કરવામાં આવ્યા બાદ, કેસને એપ્લેટ ઓથોરિટી સમક્ષ ઝડપી નિકાલ લાવવા સૂચના આપવામાં આવી હતી. ખ્પ્ઘ્ની લીગલ કમિટીએ ઝડપથી નિકાલ લાવવા માટે વકીલની નિમણૂંક કરી હતી.
શહેરના મોટેરા વિસ્તારમાં આવેલા વિવાદાસ્પદ આસારામ આશ્રમની જમીનને લઈને ગુજરાત હાઈકોર્ટે એક અત્યંત મહત્વનો ચુકાદો આપ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલી કાનૂની લડાઈ બાદ, કોર્ટે આશ્રમની અંદાજે ૧૧ એકર જેટલી ૪૫૦૦૦ ચોરસ મીટર જમીનનો કબજો પરત લેવા માટે રાજ્ય સરકારને લીલી ઝંડી આપી દીધી છે. જેથી આ વિસ્તારમાં વર્ષોથી જામેલી આસારામની પકડ હવે ઢીલી પડશે.
મળતી માહિતી મુજબ, અમદાવાદના મોટેરા સ્થિત આસારામના આ આશ્રમ પરિસરમાં અંદાજે ૩૨ જેટલા ગેરકાયદે એકમો ઉભા કરવામાં આવ્યા છે. દરમિયાન આગામી સમયમાં અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦નું આયોજન થવાનું હોવાથી તંત્ર દ્વારા આ વિવાદાસ્પદ જમીન પર ગેરકાયદે બાંધકામ તોડી પડાવવાની તૈયારીઓ શરૂ કરી હતી.
આ સમયે આશ્રમ દ્વારા આ બાંધકામોને કાયદેસર કરવા માટે ઇમ્પેક્ટ ફીની અરજી કરવામાં આવી હતી, જેને સત્તામંડળે અગાઉ જ ફગાવી દીધી હતી અને આ મામલો કોર્ટે પહોંચ્યો હતો. સમગ્ર મામલે તપાસમાં બહાર આવ્યું હતું કે, તેનો ઉપયોગ વ્યાપારી પ્રવળત્તિઓ અને અનધિકળત બાંધકામો માટે કરવામાં આવ્યો હતો. શરત ભંગ અને સરકારી જમીન પર દબાણના મુદ્દે કલેક્ટર દ્વારા નોટિસ આપવામાં આવી હતી, જેને આશ્રમ ટ્રસ્ટે હાઈકોર્ટમાં પડકારી હતી.
જોકે, વિકાસલક્ષી પ્રોજેક્ટની જરૂરિયાત અને નિયમોના ઉલ્લંઘનને ધ્યાને રાખીને કોર્ટે સરકારની તરફેણમાં ચુકાદો આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટે આ લાંબા સમયથી ચાલી રહેલી કાનૂની લડાઈ બાદ આશ્રમની અંદાજે ૪૫૦૦૦ ચોરસ મીટર જમીનનો કબજો પરત લેવા માટે રાજ્ય સરકારને લીલી ઝંડી આપી દીધી છે. ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ વૈભવી નાણાવટીએ આ મોટો ચુકાદો આપ્યો છે, જે અમલી બનતા આ વિસ્તારમાં વર્ષોથી જામેલી આસારામની પકડ હવે ઢીલી પડશે.
હવે આ જમીન પરત લેવા પાછળ સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય રમતગમત ક્ષેત્રે વૈશ્વિક ઓળખ ઉભી કરવાનો છે. આગામી સમયમાં કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦ની યજમાની માટે અમદાવાદ શહેર તૈયારીઓ કરી રહ્યું છે. હવે કાનૂની ગૂંચવણો દૂર થતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ગમે ત્યારે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી શકે છે.
આમ હાઈકોર્ટના આ ચુકાદા બાદ આશ્રમમાં કરવામાં આવેલા ગેરકાયદે બાંધકામો તોડી પાડવાનો માર્ગ પણ સાફ થઈ ગયો છે. ત્યારે હવે આ જમીનનો ઉપયોગ સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવના ભાગરૂપે અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને ઓલિમ્પિક વિલેજ બનાવવા માટે કરવામાં આવશે તેવી માહિતી હાલ સામે આવી રહી છે.
