Western Times News

Gujarati News

ખમીરવંતા ખેડા જિલ્લાના વિકાસના પથ પર નવું સોપાન ઉમેરાયું

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ફાગવેલની પવિત્ર ધરતી પરથી ખેડા જિલ્લાને રૂ. ૩૪૮ કરોડથી વધુના ૩૧ વિકાસકાર્યોની ભેટ ધરી

ફાગવેલના આંગણે આજે વિકાસનો નવો સૂરજ ઊગ્યોવિકાસલક્ષી કામોની ભેટ મળતા આ વિસ્તારની કાયાપલટ થશે: કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકી

ખેડા જિલ્લો ‘ગોલ્ડન લીફ’ થી હવે ‘ગોલ્ડન ડેવલપમેન્ટ’ તરફ અગ્રેસર: રાજ્યમંત્રી શ્રી સંજયસિંહ મહીડા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેડા જિલ્લાના ફાગવેલ ખાતે વીર ભાથીજી મહારાજના ચરણોમાં શીશ ઝુકાવી જિલ્લાના સર્વાંગી વિકાસ માટે રૂ. ૩૪૮ કરોડથી વધુ રકમના ૩૧ વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. આ પ્રસંગે તેમણે જાહેરાત કરી હતી કેનવનિર્મિત ફાગવેલ તાલુકાના વહીવટને વેગ આપવા માટે અત્યાધુનિક તાલુકા સેવા સદનનું નિર્માણ એક જ વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે.

જનમેદનીને સંબોધતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કેફાગવેલ એ શૌર્ય અને શ્રદ્ધાની પવિત્ર ધરતી છેજેને માત્ર ગુજરાત જ નહીંસમગ્ર દેશ જાણે છે. વર્ષ ૨૦૦૨માં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરવા ગુજરાત ગૌરવ યાત્રાની શરૂઆત અહીંથી જ કરી હતી. આજે તે વિકાસ યાત્રા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં વિશ્વ કક્ષાએ પહોંચી છે.

સોમનાથ સ્વાભિમાન પર્વની ઊજવણી નો ઉલ્લેખ કરીને શ્રી પટેલે જણાવ્યું હતું કેવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અસ્મિતાસંસ્કૃતિ અને સનાતન ધર્મનું ગૌરવ હંમેશા ઉજાગર કર્યું છે. સોમનાથની રક્ષા કરનાર વીર હમીરજી ગોહેલ અને ગૌરક્ષા માટે બલિદાન આપનાર ભાથીજી મહારાજ જેવી વિભૂતિઓના ગૌરવ અપાવવાની સાથે વડાપ્રધાનશ્રીએ વિકાસની રાજનીતિથી વિકાસનો ઇતિહાસ રચ્યો છેતેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

ગ્રામીણ વિકાસ પર ભાર મૂકતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કેશહેરીકરણના ભારને ઘટાડવા માટે ગામોને પણ શહેર જેવી સુવિધા મળી રહે તે માટેજે તાલુકા મથકો પર નગરપાલિકા નથી તેવા ૧૧૪ ગામોના વિકાસ માટે મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના‘ અમલી બનાવી છે. આગામી સમયમાં આ યોજનાનો વ્યાપ વધારી ૧૦,૦૦૦થી વધુ વસ્તી ધરાવતા મોટા ગામોને પણ નવી યોજનામાં આવરી લેવાશેતેમ શ્રી પટેલે ઉમેર્યું હતું.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત ૨૦૪૭‘ ના વિઝનનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કેકેન્દ્ર સરકારનું આ વર્ષનું બજેટ કર્તવ્ય‘ પર આધારિત છે. વડાપ્રધાનશ્રી પ્રેરિત વોકલ ફોર લોકલ‘ અને હર ઘર સ્વદેશી‘ ના મંત્ર અપનાવી વિકસિત ખેડાથી વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની યાત્રામાં સહભાગી થવા શ્રી પટેલે ઉપસ્થિત સૌને આહવાન કર્યું હતું.

કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકીએ ખેડા જિલ્લાના આસ્થાના કેન્દ્ર સમાન ફાગવેલ ખાતે ભવ્ય કાર્યક્રમ બદલ અભિનંદન પાઠવીને વીર ભાથીજી મહારાજ પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરતા જણાવ્યું હતું કેપવિત્ર ધામના આંગણે આજે વિકાસનો નવો સૂરજ ઉગ્યો છે.

સિંચાઈપાણી પુરવઠા અને ગ્રામીણ માળખાગત સુવિધાઓના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયેલા વિકાસલક્ષી કામોની ભેટ ફાગવેલ અને ખેડા જિલ્લાની કાયાપલટ કરશેતેમ મંત્રીશ્રી સોલંકીએ સગર્વ ઉમેર્યું હતું. નવો તાલુકો બનવાથી વહીવટી પ્રક્રિયાઓ સરળ બનશે અને પ્રજાની સુખાકારીમાં વધારો થશેતેવો દ્રઢ વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સૌનો સાથસૌનો વિકાસસૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ ના મંત્રને રાજ્ય સરકાર ચરિતાર્થ કરી રહી છેતેમ જણાવી મંત્રી શ્રી સોલંકીએ નાગરિકોને સરકારના આ વિકાસના યજ્ઞમાં સહભાગી થઈજિલ્લાને ગૌરવશાળી બનાવવા માટે સહકાર આપવા અપીલ કરી હતી.

કપડવંજની પવિત્ર ધરા પર આજે શક્તિભક્તિ અને વિકાસનો ત્રિવેણી સંગમ રચાયો છે તેમ કહી મહેસૂલ રાજ્યમંત્રી શ્રી સંજયસિંહ મહિડાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કેખેડા જિલ્લો જે અગાઉ માત્ર ગોલ્ડન લીફ‘ (તમાકુ) માટે જાણીતો હતોતે હવે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગોલ્ડન ડેવલપમેન્ટ‘ તરફ તેજ ગતિએ આગળ વધી રહ્યો છે.

વહીવટી સરળતા અને પ્રજાલક્ષી અભિગમ અપનાવીને રચાયેલા નવા ફાગવેલ તાલુકાથી ૧૬૯ ચોરસ કિલોમીટર વિસ્તારના નાગરિકોને તાલુકા મથકનું અંતર ઘટશે અને સરકારી કામોમાં ઝડપ આવશેતેમ શ્રી મહિડાએ ઉમેર્યું હતું. તેમણે જિલ્લામાં સરકારી યોજનાઓની સિદ્ધિ વર્ણવી હતી અને વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થનાર પરિવર્તનની વાત કરી હતી.

બાલાસિનોરના ધારાસભ્યશ્રી માનસિંહ ચૌહાણ અને જિલ્લા કલેક્ટરશ્રી અમિત પ્રકાશ યાદવે શાબ્દિક સ્વાગત વેળા કાર્યક્રમની રૂપરેખા આપી હતી. નિવાસી અધિક કલેક્ટરશ્રી જે. બી. દેસાઈએ આભારવિધિ કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ ફાગવેલ તાલુકા સેવા સદન માટેની જમીન ફાળવણીનો હુકમ મામલતદાર અને ટીડીઓને સુપ્રત કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીના હસ્તે મળેલા વિકાસકાર્યોની ભેટમાં રૂ. ૨૩૪ કરોડથી વધુના લોકાર્પણના ૧૩ કામો અને રૂ. ૧૧૩ કરોડથી વધુના ૧૮ ખાતમુહૂર્તના કામોનો સમાવેશ થાય છેજેમાં ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડમાર્ગ અને મકાન વિભાગ (રાજ્ય)નડિયાદ મહાનગરપાલિકાઆરોગ્ય વિભાગ ઉપરાંત કપડવંજ નગરપાલિકા અને પશુપાલન વિભાગના કામો સામેલ છે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલધારાસભ્ય સર્વ શ્રી પંકજભાઈ દેસાઈશ્રી અર્જુનસિંહ ચૌહાણશ્રી રાજેશકુમાર ઝાલાશ્રી કલ્પેશભાઈ પરમારશ્રી યોગેન્દ્રસિંહ પરમારસંગઠનના પદાધિકારી શ્રી અજય બ્રહ્મભટ્ટ અને શ્રી નયનાબેન પટેલજિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવનડિયાદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી જી. એચ. સોલંકીજિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંત કિશોર સહિત વહીવટી તંત્રના અધિકારીશ્રીઓસંગઠનના પદાધિકારીઓઅગ્રણીઓ તથા ખમીરવંતા ખેડાના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.