Western Times News

Gujarati News

નિર્ભયાના દોષિતોને 3જી માર્ચે થશે ફાંસી

નવી દિલ્હી, નિર્ભયા ગેંગરેપ કેસના દોષિતોને ફાંસી આપવા માટે નવું ડેથ વોરંટ જાહેર કરી દેવામાં આવ્યું છે. પટિયાલા હાઉસ કોર્ટમાં સોમવારે લગભગ એક કલાક ચાલેલી સુનવણી બાદ નિર્ભયાના દોષિતોને ફાંસી પર લટકાવવા માટે 3 માર્ચ નક્કી કરી છે. નવા ડેથ વોરંટ અનુસાર 3 માર્ચ સવારે 6 વાગ્યે નિર્ભયાના ગુનેગારોને ફાંસી આપી દેવામાં આવશે.
 કોર્ટે ડેથ વોરંટ જાહેર થયા બાદ નિર્ભયાની માતાએ કહ્યું કે, હું બહુ ખુશ નથી કારણ કે આ ત્રીજી વખત છે જ્યારે ડેથ વોરંટ ઇશ્યૂ કરવામાં આવ્યું છે. અમે ખૂબ જ સંઘર્ષ કર્યો છે, હું સંતુષ્ટ છું કે આખરે ડેથ વોરંટ જારી કરવામાં આવ્યું છે. હું આશા રાખું છું કે દોષિતોને 3જી માર્ચે ફાંસી આપવામાં આવશે.
નિર્ભયા ગેંગરેપ કેસ મામલે દોષિતો વિરુદ્ધ નવું ડેથ વોરંટ જાહેર કરવાના મામલે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં સુનવણી પૂર્ણ થઈ ચૂકી છે. થોડી વાર પછી કોર્ટ પોતાનો નિર્ણય સંભળાવી શકે છે. સુનવણી શરૂ થતા જ તિહાડ જેલ તરફથી અત્યાર સુધીનો સ્ટેટ્સ રિપોર્ટ કોર્ટમાં સોંપી દીધો. સ્પેશિયલ લોક પ્રોસિક્યૂટર રાજીવ મોહને કેસની વર્તમાન સ્થિતિ વિશે કોર્ટને જાણકારી આપી અને કહ્યું કે, 4 દોષિતોમાંથી 3એ પહેલા જ પોતાના કાનૂની ઉપાયો પૂર્ણ કરી લીધાં છે.
તેમણે કહ્યું કે, દિલ્હી હાઈકોર્ટે દોષિતોને સાત દિવસનો સમય આપ્યો હતો અને તે મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે. આ સાથે જ તારીખ તરીકે કોઈ પણ કોર્ટમાં કોઈ અરજી પેન્ડિંગ નથી. જણાવી દઈએ કે નિર્ભયાના પરિવારજનોએ દોષિતો વિરુદ્ધ નવું ડેથ વોરંટ જાહેર કરવા માટે કોર્ટમાં અરજી દાખલ કરી છે.
ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં નિર્ભયાની માતાએ કહ્યું કે, કોર્ટમાં સુનવણીની ઘણી તારીખો વિતી ચૂકી છે પરંતુ હજુ સુધી નવું ડેથ વોરંટ  જાહેર થયું નથી. તે દરેક સુનવણીમાં નવી આશા લઈને જાય છે પરંતુ નિરાશા હાથ લાગે છે. દોષિતોના વકિલ દરેક સુનવણીમાં નવી રણનીતિનો ઉપયોગ કરે છે. દોષિતો વિરુદ્ધ નવું ડેથ વોરંટ જાહેર થવા પર તેમણે કહ્યું કે, તેઓ કહી નહી શકે કે આજે શું થશે. પરંતુ તેમને આશા છે કે દોષિતો વિરુદ્ધ કોર્ટ ડેથ વોરંટ જાહેર કરશે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.