Western Times News

Gujarati News

અમેરિકન એરફોર્સના વિમાનનું અમદાવાદ એરપોર્ટ પર આગમન

અમેરિકીના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદના મોઘેરા મહેમાન બનવાના છે. ત્યારે હાલ અમદાવાદની તાસીર બદલી નાખવામાં આવી છે. હાલ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં અને આસપાસના વિસ્તારોમાં મોટાભાગની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. તો બીજી બાજુ અમેરિકાથી પણ ટ્રમ્પની સિક્યોરિટીને લઈને સામાન આવવા લાગ્યો છે. આજે અમદાવાદ એરપોર્ટ પર યુએસથી ટ્ર્મ્પ પ્રવાસ માટેનો સામાન લઇને એક હરક્યુલ્સ પ્લેનનું પણ ઉતરાણ થયું છે. આ પ્લેનમાંથી સામાનને ઉતારવામાં આવી રહ્યો છે.

અમેરિકાનાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. આજે સવારે અમદાવાદ એરપોર્ટ પર અમેરિકન એરફોર્સનું એક હરક્યુલીસ વિમાન આવી પહોંચ્યું છે. આ વિમાનમાં ટ્રમ્પ સાથે રહેનારી ગાડીઓ અને અન્ય સામાન ઉતારવામાં આવ્યો છે. ટ્રમ્પના કાફલામાં ગાડીઓ અને અન્ય સિક્યુરિટી જેવા કે સ્નાઇપર અને ફાયર સેફટી સિસ્ટમ અને સ્પાય કેમેરા સહિતની વસ્તુઓ વિમાનમાં લાવવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

આજે અમેરિકાથી આવેલું હર્ક્યુલીસ વિમાનમાં ટ્રમ્પની સુરક્ષાની કાર પણ આવી છે અને તે અમદાવાદના માર્ગો પર નજરે પડી હતી. આ કારની નંબર પ્લેટ પર પણ ‘યુએસ ગવર્મેન્ટ ફોર ઓફિશિયલ યુઝ ઓન્લી’ લખવામાં આવ્યું છે. નોંધનીય છે કે, ટ્રમ્પની સુરક્ષા માટે એસપીજી – એનએસજી કમાન્ડો, અમેરિકી સિક્રેટ સર્વિસનાં ગાર્ડ તેમજ સ્થાનિક પોલીસનો સમાવેશ થાય છે.

બીજી બાજુ અમેરિકન સિક્રેટ સર્વિસનાં 18 જેટલા અધિકારીઓએ રવિવારનાં રોજ મોટેરા સ્ટેડિયમની મુલાકાત લીધી હતી. મોટેરા સ્ટેડિયમ ખાતે આવેલી 5 ગાડીઓ પૈકી એક મોટી ગાડીમાંથી 10 યુએસ અધિકારી તેમજ અન્ય ચારમાંથી 8 એમ 18 અધિકારીઓ આવ્યાં હતા. જેઓએ મોટેરા સ્ટેડિયમની અંદર તેમજ બહારની સાઈડથી સઘન ચેકિંગ કર્યું હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.