Western Times News

Gujarati News

કોરોના વાયરસ ચલણી નોટોથી ફેલાઈ રહ્યો હોવાની આશંકાએ ચીન ૮૪ હજાર કરોડની ચલણી નોટો નષ્ટ કરશે

બીજીંગ, ચીનના વુહાનથી ફેલાયેલા કોરોના વાયરસને કારણે ચીનમાં ૧૬૯૬ લોકોના મોંત નિપજ્યા છે ત્યારે ૭૦,૫૫૧ લોકો ચીનમાં કોરોના ગ્રસ્ત છે. તેમજ આ બન્ને આંકમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ચીન સતત તેની સામે લડવા માટે મળતિયા પ્રયાસો કરી રહ્યું છે. ચીને આ વાયરસને ફેલાતો રોકવા માટે ચલણી નોટોને લઈને વધું એક નિર્ણય લીધો છે. ચીન સરકાર હાલમાં કોરોના ગ્રસ્ત લોકોના હાથમાંથી પસાર થઈ બજાર પહોંચેલી કોરોના સંક્રમિત ચલણી નોટોને વાયરસ મુક્ત કરવા માટે ચીને લાખો કરોડો નોટો બદલી નાંખી છે. હવે જાણવા મળી રહ્યું છે કે કાગળની જે નોટો હોસ્પિટલ, બજારો અને પરિવહન સેવાઓમાંથી આવી છે તેને નષ્ટ કરી દેવામાં આવશે.

ચીનના સેન્ટ્રલ બેંકની ગુઆંગઝોઉ બ્રાન્ચે કહ્યું છે કે તે બજાર માંથી આવેલી કાગળની તમામ નોટો નષ્ટ કરી નાંખશે. બેંક પાસે આ કરન્સી નોટો હોસ્પિટલ, બજાર અને બસોમાંથી કલેક્ટર કરેલા પૈસામાંથી આવી છે.’ પીપલ્સ બેંક ઓફ ચાઈના એ પણ કાગળથી બનેલી નોટોને નષ્ટ કરવાનો આદેશ કર્યો છે. જોકે હજું સુધી ચીનની સેન્ટ્રલ બેંક કેટલી કરન્સી નષ્ટ કરશે તે જાણી શકાયુ નથી. સેન્ટ્રલ બેંક ઓફ ડેપ્યુટી ગવર્નર ફેન યિફેઈએ કહ્યું કે સેન્ટ્રલ બેંકએ ૧૭ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ૬૦૦ બિલિયન યુઆન (લગભગ ૬. ૧૧ લાખ કરોડ રુ.)ની નવી નોટો બહાર પાડી હતી. જેમાંથી ૪ બિલિયન યુઆન (લગભગ ૨૮, ૫૮૧ કરોડ રુપિયા)ની નવી નોટો ફક્ત વુહાનમાં મોકલવામાં આવી છે.

સેન્ટ્રલ બેંકે કહ્યું કે પહેલા બજારમાંથી સરક્યુલેટેડ કાગળની નોટોને નષ્ટ કરવી પડશે. જ્યારે કે જાન્યુઆરી પછી બજારમાં મોકલવામાં આવેલી નોટોને ભેગી કરી તેને અલગ કરવામાં આવશે. જેના માટે નોટોને અલ્ટ્રાવાયેલેટ કિરણોથી સાફ કરવા પડશે. ૧૪ દિવસ સુધી નોટોને અલગ રાખવામાં આવશે. એ પછી બજારમાં મોકલવામાં આવશે.

જ્યારે કે બજાર સાથે જોડાયેલા વિશેષજ્ઞોનું માનવું છે કે ચીનમાં વુહાન અને ચીનના દ. રાજ્યોમાં જે ૮૪,૩૨૧ કરોડ રુપિયાની કાગળની નોટો મોકલી છે તેને નષ્ટ કરશે. તેમાંથી દ. રાજ્યોમાં ૫૫,૭૪૦ કરોડ મોકલવામાં આવ્યાં હતા. સૌથી મોટો મુદ્દો એ છે કે સેન્ટ્રલ બેંકએ તમામ લોકોને અપીલ કરી છે કે તે તમામ લોકો જૂની નોટ બેંકમાં જમા કરાવી દે. જેથી તેને નષ્ટ કરી શકાય અથવા તેને એલગ કરી શકાય. એટલે કે મોટા જથ્થામાં જૂની નોટો નષ્ટ કરાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.