Western Times News

Gujarati News

ઓઢવમાં સરકારી દવાખાનાના મેદાનમાં દારૂનું વેચાણ

Files Photo

ડીલીવરી કરવા જતાં સગીર સહિત બે ઝડપાયાઃ કેટલાંક વાહનો જપ્ત : દારૂનો જથ્થો સગેવગે કરવામાં આવતો હતો ત્યારે જ પોલીસે દરોડો પાડતા નાસભાગ

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: સમગ્ર શહેરની પોલીસ અમેરીકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બંદોબસ્તમાં વ્યસ્ત છે ત્યારે અસામાજીક તત્ત્વો બેફામ બન્યા છે. બીજી તરફ બુટલેગરો પણ આ પરિસ્થિતિનો સંપૂર્ણપણે લાભ ઉઠાવીને શહેરમાં શક્ય એટલો દારૂ ઘુસાડી રહ્યા છે. ત્યારે ઓઢવમાં આવેલા કામદાર વીમા યોજનામાં દવાખાના માં જ દારૂનું કટીંગ કરી તેનું વેચાણ કરતા ઈસમો પકડાતા ચકચાર મચી છે.


પોલીસને બાતમી મળતા દરોડા પાડીને કટીંગ કરતા કેટલાં ઈસમોને ઝડપી લેવાયા છે જ્યારે દારૂનો જથ્થો ઉપરાંત કટીંગ માટે વપરાયેલા વાહનો પણ કબજે ેલેવાયા છે. આ ઉપરાંત બાપુનગરમાંથી ડીલીવરી કરવા જતાં એક સગીર સહિતના બે શખ્સો દારૂ ભરેલા થેલા સાથે પકડાયા છે. જ્યારે બાતમીને આધારે વાચ ગોઠવીને ક્રાઈમ બ્રાંચની ટીમે દેશી દારૂનો ૮પ૦ લીટર જથ્થો ભરેલી કાર સાથે બેની અટક કરે છે. જ્યારે અન્ય શખ્સોને પકડવા તજવીજ હાથ ધરી છે.

ઓઢવ પોલીસ પેટ્રોલીંગમાં હતી એ સમયે છોટાલાલની ચાલી પાસે આવેલા ડી/૪૧૪ કામદાર વીમા યોજનાના દવાખાનાના કમ્પાઉન્ડમાં દારૂનું કટીંગ કરી વેચાણ થઈ રહ્યુ હોવાની બાતમી મળી હતી. જેના આધારે ટીમ બનાવીને ઓઢવ પોલીસ બુધવારે રાત્રે પોણા નવ વાગ્યે ત્રાટકી હતી. પોલીસને જાતાં જ કટીંગ કરી રહેલા બુટલેગર તથા અન્ય શખ્સોમાં નાસભાગ મચી જવા પામી હતી.

જા કે પોલીસે કૃષ્ણકાંત ઉર્ફે પુરન શાહ (બાપાશ્રી પામ, નિકોલ) નિસર્ગ ઉર્ફેે ગોડ શાહ (અરિહંતબાગ, ઓઢવ) તથા નરેશ મોહન વાળંદ (છોટાલાલ ની ચાલી) ને ઝડપી લેવાયા હતા. જ્યારે પ્રદિપ ઉર્ફેે દીપ ઉર્ફે પંજાબી વર્મા ભાગવામાં સફળ રહ્યો હતો.  પોલીસે ત્રણેય શખ્સોની અટક કરી ઇગ્લીશ દારૂનો મોટો જથ્થો, ત્રણ મોબાઈલ ફોન રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઉપરાંત દારૂના કટીંગમાં વપરાયેલી રીક્ષા સહિતના વાહનો પણ જપ્ત કર્યા છે. ઓઢવ પોલીસે ચારેય શખ્સો વિરૂધ્ધ ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ કરવા બાબતે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

બાપુનગર પોલીસને બે ઈસમો વિદેશી દારૂનો જથ્થાની ડીલીવરી કરવા નાગરવેલ હનુમાન તરફ જવાના હોવાની બાતમી મળતાં પોલીસે બાપુનગર ગરીબનગર ચાર રસ્તા ખાતે વાચ ગોઠવી હતી. આશરે ચાર વાગ્યે સાંજે એક એક્ટીવા ઉપર બાતમીવાળા શખ્સો દેખાતા પોલીસે બંન્નેને ઘેરીને એક્ટીવામાં આગળ મુકેલો થેલોમાં તપાસ કરતાં ર૪ નંગ દારૂની બોટલો મળી આવી છે.

બંન્ને શખ્સોની પૂછપરછમાં આશિષ ઉર્ફેે ભાગવત રાજપૂત (શિવાનંદનગર, અમરાઈવાડી) અને અજય વણઝારા (ઓમનગર) હોવાનું જાણવા મળ્યુ હતુ. બંન્નેમાંથી આશિષ સગીર વયનો હોવાનું બહાર આવ્યુ છે. વધુ તપાસમાં દારૂનો આ જથ્થો બંન્ને ઓઢવ રાધે પાર્ક ખાતે રહેતા ચેતન ઉર્ફે બલવો અશોક ચોહાણે મેમ્કો બ્રીજ નીચે રેલ્વેના પાટા પાસેથી એક અજાણ્યા શખ્સ પાસે મંગાવ્યો હતો અને બંન્ને શખ્સો આ જથ્થો ચેતનને આપવા જતાં હોવાનું ખુલ્યુ હતુ.

અન્ય બનાવમાં ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ બાતમીને આધારે ચમનપુરા સર્કલ પાસે ખાનગી દેશમાં ગોઠવાયા હતા. અને ગઈકાલે મોડી રાત્રે અગીયાર વાગ્યાના સુમારે એક સફેદ રંગની ગાડીને રોકીને તપાસ કરતા તેમાં પાછળની સીટમાં તથા ડેકીમાં થેલા મળી આવ્યા હતા. જે તપાસતા સાડા આઠસો લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

ક્રાઈમ બ્રંચે  સમગ્ર જથ્થો કબજે લઈ પૂછપરછ કરતા કૈનેશકુમાર નટવરલાલ પટેલ (શેરીસા, કલોલ, ગાંધીનગર) નામના શખ્સે આ જથ્થો સરદારનગર છારાનગર ખાતે રહેતી સોનલ નરેશ ગાંગડેકરના કહેવાથી ખાખર ગામથી દિપક નામના શખ્સ પાસેથી ભરાવ્યો હતો. અને મેઘાણીનગરમાં રાજુ બચી તથા પપ્પુ પોથસિંગ પરિહાર નામના બુટલેગરને પહોંચાડવા જતો હોવાનું કબુલ્યુ હતુ. ક્રાઈમ બ્રાંચે કૈનેશ સહિત પાંચેય આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂની રેલમછેલ થઈ રહી છે. જેના આક્ષેપો વારંવાર થઈ રહ્યા છે. અને દારૂનો જથ્થો પકડાયા કરતા ન પકડાયો હોય એવો અનેકગણો હોવાનં પણ લોકોમાં ચર્ચા ચાલતી રહે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.