Western Times News

Gujarati News

ભરૂચમાં રાજકીય ભૂકંપ: ૫૦થી વધુ AAP અને કોંગ્રેસ કાર્યકરો BJPમાં જોડાયા

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના પડઘમ વચ્ચે રાજકીય હલચલ તેજ બનતી જોવા મળી રહી છે.આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ સાથે જોડાયેલા અનેક કાર્યકરોએ ભાજપનો ભગવો ધારણ કર્યો છે.

ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલ કાર્યક્રમ દરમ્યાન જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને જિલ્લા મહામંત્રી જીગ્નેશ મિસ્ત્રી,નરેન્દ્રસિંહ પરમાર, ઉપ પ્રમુખ મનોજ મહેતાના હસ્તે કોંગ્રેસના પાલિકા પૂર્વ ઉમેદવાર શંકર પટેલે કાર્યકરો સાથે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.તો આપના પૂર્વ શહેર પ્રમુખ આકાશ મોદી પણ કાર્યકરો સાથે ભાજપ માં પ્રવેશ મેળવ્યો હતો.

આ પ્રસંગે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના મળી કુલ ૫૦થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાતા રાજકીય માહોલ ગરમાયો છે.કાર્યક્રમ દરમ્યાન ભાજપના આગેવાનો દ્વારા આપ અને કોંગ્રેસના જોડાયેલા કાર્યકરોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને પાર્ટીની નીતિ અંગે માહિતી આપવામાં આવી હતી.આ જોડાણને આવનારા સમયના ભાગ કોણ રાજકીય સમીકરણોમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.