Western Times News

Gujarati News

ચૂંટણી જીત્યા બાદ પાર્ટી બદલનારા ધારાસભ્યોને હવે પેન્શન નહીં મળે

હિમાચલ પ્રદેશ સરકારે વિધાનસભામાં બિલ રજૂ કર્યું-સરકારનું માનવું છે કે વર્તમાન કાયદામાં બિલ બનાવ્યા બાદ પાર્ટી બદલનારાને હતોત્સાહિત કરવા માટે કોઈ ઠોસ જોગવાઈ નહોતી

૫ વર્ષ સુધી સેવા આપનારા ધારાસભ્યોને ૫૦ હજાર રુપિયા દર મહિને પેન્શન મળે છે

શિમલા,  હિમાચલ પ્રદેશમાં પક્ષપલટા પર રોક લગાવવા માટે સરકારે મોટું ભર્યું છે. બુધવારે બજેટ સત્ર દરમ્યાન વિધાનસભામાં મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખૂએ હિમાચલ પ્રદેશ વિધાનસભામાં ભથ્થા અને પેન્શન સંબંધિત બિલ, ૨૦૨૬ રજૂ કર્યું. આ બિલ પાસે થયા બાદ પક્ષપલટા કાનૂન અંતર્ગત અયોગ્ય ઠેરવાયેલા ધારાસભ્યોને પેન્શન લાભ નહીં મળે.

બિલમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ૧૪મી વિધાનસભા અથવા ત્યાર બાદ ચૂંટાયેલા એવા સભ્ય, જે સંવિધાનના દસમી અનુસૂચિ અંતર્ગત અયોગ્ય ઘોષિત થાય છે, તેઓ પેન્શન માટે હકદાર નહીં હોય. તેના માટે ૧૯૭૧ના હાલના અધિનિયમની ધારા ૬-બીમાં નવી ઉપધારા (૨-છ) જોડવામાં આવી છે. સરકારનું માનવું છે કે વર્તમાન કાયદામાં બિલ બનાવ્યા બાદ પાર્ટી બદલનારાને હતોત્સાહિત કરવા માટે કોઈ ઠોસ જોગવાઈ નહોતી.

ઘણી વાર નિર્વાચિત પ્રતિનિધિ જનાદેશની વિરુદ્ધ જઈને પાર્ટી બદલી નાખતા હતા. જેનાથી લોકતાંત્રિક વ્યવસ્થા અને જનતાના વિશ્વાસને ઠેસ પહોંચે છે. આવા સમયે આ સંશોધન લોકતાંત્રિક વ્યવસ્થાને મજબૂત કરવા અને જનતાના જનાદેશની રક્ષા કરવાના દિશામાં મહત્ત્વનું પગલું માનવામાં આવે છે.

હાલની જોગવાઈ અંતર્ગત ૫ વર્ષ સુધી સેવા આપનારા ધારાસભ્યોને ૫૦ હજાર રુપિયા દર મહિને પેન્શન મળે છે, જ્યારે વધારે સેવા આપતા પેન્શનમાં વધારાની પણ જોગવાઈ છે. આ ઉપરાંત એક કાર્યકાળથી વધારે સેવા આપવા પર દર વધારાના વર્ષ માટે ૧ હજાર રુપિયા દર મહિને વધારે પેન્શન મળે છે. વર્ષ ૨૦૩૦થી દર ૫ વર્ષમાં પેન્શનને મોંઘવારી સૂચકાંકના આધાર પર વધારવાની જોગવાઈ છે. ધારાસભ્યના મૃત્યુ બાદ પરિવારને ૫૦ ટકા પેન્શન આપવાની વ્યવસ્થા લાગૂ છે.

સરકારના આ નિર્ણયને રાજકીય શુચિતા અને જવાબદારી વધારવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પહેલ અંતર્ગત જોવામાં આવી રહ્યું છે. તેને ધ્યાનમાં રાખતા આ સંશોધન લાવવામાં આવ્યું છે, જેથી જનતાના જનાદેશની રક્ષા કરી શકાય અને લોકતાંત્રિક મૂલ્યોને બનાવી રાખી શકાય.

રાજનીતિના જાણકારોનું કહેવું છે કે આ સંશોધન ધારાસભ્યો માટે એક મોટો મેસેજ છે કે પક્ષપલટાની કિંમત ખાલી રાજનીતિક નહીં પણ આર્થિક પણ હશે. પેન્શન જેવા સ્થાયી લાભથી વંચિત થવું ભવિષ્યમાં પક્ષપલટો કરતા પહેલા નેતાઓને વિચારવા મજબૂર કરી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.