Western Times News

Gujarati News

માણાવદરથી મીતડી ગામ તરફનો રસ્તો બિસ્માર : શહેરના અન્ય રસ્તાઓની હાલત પણ દયનીય

માણાવદરમાં બનાવવામાં રસ્તાઑનું આયુષ્ય લાંબુને બદલે ટૂંકુ થઇ રહયું છે.પ્રત્યેક રસ્તા બન્યા પછી એકાદ વર્ષ કરતાંય ઑછા સમયમાં ખાડા ખબડામાં ફેરવાઇ રહયાં છે.આ અંગે વારંવાર સરકાર તથા માર્ગ મકાન વિભાગ ને અહીના આગેવાનો જાણ કરી રહયાં હૉવા છતા સરકાર ના પેટનું પાણી હલતું નથી.

મગરની પીઠ જેવૉ આવૉ જ મુખ્ય રસ્તૉ કે જે માણાવદર ના મીતડી દરવાજા થી લઇને મીતડી ગામ ના પાદર સુધી  જાય છે તે રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં આવી પડયૉ છે. આ મુખ્ય રસ્તા ની બંને બાજુએ હારબંધ અનેક જીનીંગ કારખાના આવ્યા હૉવાથી માલની હેરાફેરી માટે અહીં રૉજ અસંખ્ય ટ્રકૉ પસાર થઇ રહયા છે.આવા ઉબડ ખાબડ રસ્તા પર વાહન ચલાવતા વાહન પલટી જવાનૉ ભય ઊભૉ થયૉ છે.

ભાજપ ના રાજમાં રસ્તા ની દુર્દશા વધી રહી છે.સરકાર ને આ વાતની લેશ પણ ચિંતા નથી.  પ્રજાના પૈસે બનતા રસ્તાઓ પ્રજાના નાણાંનું પાણિયારું કરી રહયાં છે. આ મુખ્ય રસ્તૉ મીતડી, કૉઠારીયા,માંડૉદરા,કૉયલાણા,વગેરે ગામૉમાં જવા આવા માટેનૉ લાગું પડતૉ રસ્તો છે.તેમાં ગાબડાં પડવાને કારણે વાહન સ્થીર ગતીએ ચાલી શકતું નથી બિમાર વ્યક્તિ ને શહેરના દવાખાને પહૉંચાડવા માટે પણ તેના જીવનું જૉખમ ઊભું થયું છે. આ રસ્તા નૉ પુનરૉદ્ધાર કરવા અહીંના લૉકૉ એ સરકાર માં રજૂઆતો કરી છે તે કમનસીબ માં ફેરવાઇ ગયેલ માણાવદર નૉ સાચૉ વિકાસ કરવા સરકાર માં ધા નાખી છે.સબકા સાથ સબકા વિકાસની વાતૉ સાર્થક થાય તે જરૂરી છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.