Western Times News

Gujarati News

ઈરાને અમેરિકાનું અત્યાધુનિક F35 ફાઈટર જેટ તોડી પાડ્યું

File

(એજન્સી)તેહરાન, ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે ઈરાનના આકાશમાં અમેરિકાના સૌથી આધુનિક લડાકુ વિમાન એફ-૩૫ને તોડી નાખવાનો દાવો કર્યો હતો. તેના થોડા કલાક બાદ દાવો કર્યો છે કે આ ફાઈટર જેટના પાયલટને પણ જીવતો કેપ્ચર કરી લીધો છે.

usa F 35 shot down by an Iranian drone, pilot ejected and possibly captured by IRGC, claiming Iranian media.

તસનિમ ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, હિટ થયેલા વિમાનથી ઈજેક્ટ થયા બાદ અમેરિકી પાયલટને ઈરાની સેનાએ પકડી લીધો છે. જો આ દાવામાં થોડી પણ સચ્ચાઈ છે તો આ અમેરિકા અને ઈઝરાયેલ માટે અત્યાર સુધીનો સૌથી મોટો ઝટકો સાબિત થઈ શકે છે.

ઈરાનની ન્યૂઝ એજન્સી તસનિમના જણાવ્યા અનુસાર, આ ઘટના પશ્ચિમી ઈરાનના કોહગિલુયેહ અને બોયર-અહમદ પ્રાંતની આજુબાજુ થઈ છે. રિપોર્ટમાં જણાવ્યું છે કે જેવું ૈંઇય્ઝ્રની એડવાન્સ સિસ્ટમે અમેરિકી ફાઈટર જેટ એફ-૩૫ને ટાર્ગેટ બનાવી, પાયલટે ખુદને બચાવવા માટે ઈજેક્ટ કર્યું અને ઈરાની જમીન પર લેન્ડ કર્યું.

ત્યાર બાદ તે ભાગવા લાગ્યો. અમેરિકી સેનાએ પોતાના પાયલટને ઈરાનની સરહદમાંથી સુરક્ષિત બહાર કાઢવાની કોશિશ કરી, પણ એ પહેલા ઈરાની સેનાએ તેની ધરપકડ કરી લીધી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.