Western Times News

Gujarati News

અમેરિકા-ઈરાન વચ્ચે ૪૫ દિવસના ‘સીઝફાયર’ મુદ્દે ચર્ચા થયાનો દાવો

મધ્ય-પૂર્વમાં શાંતિની આશા?

આગામી ૪૮ કલાકમાં આ ૪૫ દિવસના સીઝફાયર પર મહોર વાગી જાય છે, તો વિશ્વ અર્થતંત્રને મોટી રાહત મળશે

નવી દિલ્હી,એક તરફ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મંગળવાર સાંજની અંતિમ ચેતવણી (ડેડલાઈન) માથે તોળાઈ રહી છે, ત્યારે બીજી તરફ પડદા પાછળ યુદ્ધ રોકવા માટેના આખરી પ્રયાસો તેજ થયા છે. એક્સિયોસ ના અહેવાલ મુજબ, અમેરિકા અને ઈરાન વચ્ચે ૪૫ દિવસના કામચલાઉ સીઝફાયર (સંઘર્ષ વિરામ) માટે ગંભીર ચર્ચા ચાલી રહી છે. જંગના ૩૩મા દિવસે શાંતિ પ્રસ્તાવ પર પાકિસ્તાન, ઇજિપ્ત અને તુર્કી મધ્યસ્થી કરી રહ્યા છે.

ટ્રમ્પના દૂત સ્ટીવ વિટકોફ અને ઈરાની વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી વચ્ચે સીધો મેસેજ વ્યવહાર થયો હોવાનો દાવો કરાયો છે. પ્રથમ તબક્કોઃ ૪૫ દિવસનો યુદ્ધવિરામ, જે દરમિયાન કાયમી શાંતિ સ્થાપવા માટેની શરતો પર ચર્ચા થશે. જો જરૂર પડે તો આ સમયગાળો વધારી પણ શકાય છે.બીજો તબક્કોઃ યુદ્ધનો કાયમી અંત લાવવા માટેનો કરાર. જેમાં હોર્મુઝની સામુદ્રધુની સંપૂર્ણપણે ખોલવી અને ઈરાનના યુરેનિયમ સંવર્ધન ના નિકાલ જેવા જટિલ મુદ્દાઓનો ઉકેલ લાવવામાં આવશે.આ શાંતિ વાટાઘાટો વચ્ચે પણ ટ્રમ્પ પોતાનો આક્રમક વલણ છોડવા તૈયાર નથી.

તેમણે સ્પષ્ટ કર્યું છે કે જો મંગળવાર રાત સુધીમાં હોર્મુઝનો માર્ગ નહીં ખુલે, તો ઈરાનના પાવર પ્લાન્ટ્‌સ અને પુલો પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કરવામાં આવશે. ટ્રમ્પ પ્રશાસને ઈરાનને અનેક દરખાસ્તો મોકલી છે, પરંતુ ઈરાની અધિકારીઓએ હજુ સુધી તેને સત્તાવાર રીતે સ્વીકારી નથી.ઈરાનના રિવોલ્યુશનરી ગાડ્‌ર્સએ રવિવારે ચેતવણી આપી છે કે ફારસની ખાડીમાં હવે નવી સુરક્ષા વ્યવસ્થા બની રહી છે અને હોર્મુઝનો માર્ગ હવે પહેલા જેવો રહેશે નહીં.

ઈરાનના આ કડક વલણને કારણે જ વૈશ્વિક બજારમાં ક્‰ડ ઓઈલના ભાવ ઇં૧૧૦ ને પાર કરી ગયા છે.જો આગામી ૪૮ કલાકમાં આ ૪૫ દિવસના સીઝફાયર પર મહોર વાગી જાય છે, તો વિશ્વ અર્થતંત્રને મોટી રાહત મળશે. ખાસ કરીને ભારત જેવા દેશો માટે આ ખૂબ મહત્વનું છે, કારણ કે હોર્મુઝની નાકેબંધી સીધી રીતે ભારતના ઉર્જા પુરવઠાને અસર કરી રહી છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.