Western Times News

Gujarati News

પીજમાં આશ્રમ ચલાવતાં સાધ્વી સાથે ૨૧.૪૪ લાખની ઠગાઈ

નડિયાદ, વસો તાલુકાના પીજ ગામની સિમમાં આવેલા ‘અલખનો ઓટલો’ નામના આશ્રમમાં સેવાપૂજા કરતા ૫૦ વર્ષીય સાધ્વી ગંગાબેન ઉર્ફે બુધગીરી કુંજગીરી ગોસ્વામી સાથે રૂપિયા ૨૧,૪૪,૦૦૦ની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ વસો પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

વસો તાલુકાના પીજ ગામની સિમમાં આવેલા ‘અલખનો ઓટલો’ નામના આશ્રમમાં સેવાપૂજા કરતા ૫૦ વર્ષીય સાધ્વી ગંગાબેન ઉર્ફે બુધગીરી કુંજગીરી ગોસ્વામી નો મોબાઇલ નંબર આજથી ચાર માસ અગાઉ પરિચિત ઈશ્વરભાઈ ગોસ્વામીએ ધોળકાના શ્રીરામ સોસાયટીમાં રહેતા ભરત ભવાન ભરવાડને નડિયાદમાં મકાન ભાડે રાખવાનું હોવાથી આપ્યો હતો ત્યાર બાદ ભરત ભરવાડ, કૃપાલ પ્રવિણ ગોહીલ (રહે. જીવન નગર-૩, રૈયા રોડ, રાજકોટ) અને ભરત યોગેન્દ્ર ભારતી ગંગાબેનના આશ્રમે આવ્યા હતા.

મકાન પસંદ ન પડતા ત્રિપુટીએ નવું મકાન ન મળે ત્યાં સુધી આશ્રમમાં રહેવા આશરો માંગ્યો હતો, જેથી સાધ્વી ગંગાબેને તેમને આશ્રમમાં રહેવા દીધા હતા. ૩ ફેબ્›આરી ૨૦૨૬ના રોજ ભરત ભરવાડે તેણે અને કૃપાલે ડભાણ પાસે પ્લાન્ટ નાખ્યો હોવાથી રૂપિયા ૧૫,૦૦,૦૦૦ની જરૂર છે અને બે દિવસમાં તેના ૮૦ લાખ રૂપિયા આવવાના છે.

તેવી વાત કરી સાધ્વીને આશ્રમમાં ૪૦ રૂમો બનાવી આપવાની લાલચ આપી હતી. જેથી ગંગાબેને પોતાના ઘરેણાં ગીરો ૫ ફેબ્›આરી ૨૦૨૬ના રોજ ભરત ભરવાડના પુત્ર જયંત ભરત ભરવાડના ખાતામાં ૧૦ લાખ આરટીજીએસ કર્યા હતા. તે પછી તારીખ ૯ ફેબ્›આરીએ ભરત ભરવાડે રૂપિયા ૨ લાખ રોકડા સાધ્વી પાસેથી લીધા હતા અને બાકીના રૂપિયા ૩ લાખ તેનો ભાઈ મનોજ ભવાન ભરવાડ આશ્રમેથી સાધ્વી ગંગાબેન પાસેથી લઈ ગયો હતો.

આ ઉપરાંત, ભરત ભરવાડ સાધ્વી ગંગાબેન પાસેથી એક તોલાનો સોનાની ચેન કિંમત રૂ. ૧,૩૫,૦૦૦ અને ગંગાબેનનો નવો ગેલેક્સી મોબાઈલ ફોન કિંમત રૂ. ૧,૮૯,૦૦૦ પણ જોવાના બહાને પોતાની સાથે ધોળકા લઈ ગયો હતો. જ્યારે કૃપાલ ગોહીલે સાધ્વી ગંગાબેનની બે કીમતી કારની ચાવી તથા આર.સી. બુક સાથે તે ફરાર થઈ ગયો હતો.

જ્યારે સાધ્વી ગંગાબેને પોતાના પૈસા અને વસ્તુઓ પરત માંગવા ફોન કર્યાે ત્યારે ભરત ભરવાડે ધમકી આપી હતી કે “પૈસા પરત નહીં મળે, મેં ભૂતકાળમાં ખૂન પણ કરેલ છે, હવે ફોન કરશો તો આશ્રમ સળગાવી દઈશ”. ગંગાબેનની ફરિયાદના આધારે ભરત ભવાન ભરવાડ , જયંત ભરત ભરવાડ , મનોજ ભવાન ભરવાડ વિલાશ ભરત ભરવાડ તમામ રહે. શ્રીરામ સોસાયટી, ધોળકા, જિ. અમદાવાદ અને કૃપાલ પ્રવિણ ગોહીલ રહે રાજકોટ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.