Western Times News

Gujarati News

ધોળકા એજ્યુકેશન સોસાયટી સંચાલિત શાહ સી. જે. કોલસાવાળા હાઈસ્કૂલના નવનિર્મિત  ભવનનું ઉદધાટન

“દરેક બાળક ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ એ મેળવે એ  રાજ્ય સરકારનો  ધ્યેય ” – નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ

ધોળકા એજ્યુકેશન સોસાયટીની સ્થાપના  વર્ષ 1945માં થઇ  ત્યારથી  ધોળકાના શૈક્ષણિક  ઇતિહાસમાં  સીમાચિન્હરૂપ પરિવર્તન  આવ્યું છે. કુશળ  વહીવટના ભાગરૂપે આજે ત્રણ  કોલેજ, બે હાઈસ્કૂલ, ત્રણ  પ્રાથમિક શાળા અને  બે બાલમંદિર  સહીત 10 શૈક્ષણિક સંસ્થાઓ કાર્યરત છે. વર્ષ  1961 માં  સ્થપાયેલ શાહ સી. જે. કોલસાવાળા હાઈસ્કૂલના નવનિર્માણ પામેલ નવીન  ભવનનું  ઉદ્ઘાટન નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ અને શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના વરદ હસ્તે કરવામાં આવ્યું.

નાયબ મુખ્યમંત્રી શ્રી એ  જણાવ્યું કે  આપણા વડવાઓ શિક્ષણ  મેળવવા  ઘણા બધા  કિલોમીટર સુધી ચાલીને એક ગામથી  બીજા  ગામ જતા હતા. જયારે આજે  દરેક બાળકને ઘર આંગણે જ નજીકમા શિક્ષણ મેળવવું  સરળ બન્યું છે. શિક્ષણ, આરોગ્ય અને  સામાજિક સેવાઓમા  સરકારના આર્થિક સહયોગ સાથે અનેક દાતાઓના સહયોગથી ગુજરાતની  વિકાસની યાત્રા અવિરત આગળ વધી રહી છે.


શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ ભૂતકાળના સંસ્મરણો વાગોળતા જણાવ્યું કે 1960 થી 1966 દરમિયાન મેં અહીં જ  શિક્ષણ મેળવ્યું છે અને આ  જ શાળામાં  શિક્ષક તરીકે નોકરી કરી છે. દાતાશ્રીઓને અભિનંદન આપતાં  મંત્રી શ્રી એ  વધુમાં જણાવ્યું કે  શૈક્ષણિક સંસ્થાઓ પ્રતિ માતબર દાન આપીને  આ  દાતાઓ  પોતાની  કૃતજ્ઞતા વ્યક્ત કરે છે.

આ પ્રસંગે નવનિર્માણ પામેલ  ભવનને  રૂપિયા ૨૧ લાખનું  દાન આપનાર મુખ્ય દાતાશ્રી હેમંતભાઈ કોલસવાલા, રૂપિયા ૮ દરેક  બાળક લાખના દાતા શ્રી નવનીતભાઈ ચોક્સી, સાથે  અન્ય  ૧૦ દાતાઓનું  તથા  શાળાના  પૂર્વ આચાર્યશ્રીઓ, વિધાર્થીઓનું  સાલ ઓઢાડીને  પુષ્પગુચ્છથી  સન્માન  કરવામાં  આવ્યું હતું. આ  પ્રસંગે  ધોળકા એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ શ્રી કાનજીભાઈ એન. પટેલ, શાળાના શિક્ષકો, આચાર્ય અને  વિદ્યાર્થીઓ તથા  નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.