Western Times News

Gujarati News

“સૌરાષ્ટ્રના પ્રવાસે જનાર યાત્રાળુઓ અને પ્રવાસીઓ માટે  બગોદરા  વિશ્રામગૃહ વિસામો બની રહેશે “

બગોદરા

“બગોદરા એ  વિકાસનું પ્રવેશદ્વાર છે. ” – ભુપેન્દ્રસિંહ ચુડાસમા

માર્ગ અને મકાન વિભાગ દ્વારાઅમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના બગોદરા ખાતે  નવીન વિશ્રામગૃહનું  લોકાર્પણ  નાયબ મુખ્યમંત્રીશ્રી અને  શિક્ષણમંત્રીશ્રીના વરદ હસ્તે કરવામાં આવ્યું.

“પ્રવાસીઓની સગવડ માટે  નિર્માણ પામેલ આ  વિશ્રામગૃહથી સૌરાષ્ટ્રના પ્રવાસે અને  ધાર્મિક સ્થળો પર  જતા  અનેક લોકોને અહીં  વિસામો મળી રહેશે  એમ  જણાવતા  નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે  વધુમાં જણાવ્યું કે  માત્ર  સરકારી  અધિકારીઓ જ  નહિ પરંતુ  તમામ લોકો આ વિશ્રામગૃહનો લાભ લઇ શકશે. બગોદરાની આસપાસનો તમામ  વિસ્તાર ખુબ  મોટાપાયે  ઉધોગ ધંધાથી વિકસિત બની રહ્યો છે ત્યારે નવીન રોજગારીની તકો પણ વધી રહી છે.’’

શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ  ચુડાસમાએ  બગોદરાને  વિકાસનું બારું  ગણાવતા  કહ્યું કે સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર એટલે  બગોદરા. અહીં  વિશ્રામગૃહ બનવાથી  સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતને જોડતા અગત્યના રસ્તાઓ અહીંથી પસાર થાય છે લોથલને  હેરિટેજમાં સ્થાન મળતા આ વિસ્તારનો વિકાસ અને રોજગારીનું  સર્જન થવા પામ્યું છે. રાજ્યનો પ્રથમ  સિક્સ લેન  બગોદરા થી  વડોદરા  સુધીનો અહીંથી જ બન્યો છે.

આ પ્રસંગે  અમદાવાદ જિલ્લા કલેકટર શ્રી, ખેડા સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ,પૂર્વ સાંસદ શ્રી રતિલાલ વર્મા, જિલ્લા પંચાયત પ્રમુખ, બાવળા મામલતદાર, APMC બાવળા ચેરમેન, ખાદી ગ્રામોધોગ ચેરમેન, તાલુકાના  તમામ સરપંચ, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.