Western Times News

Gujarati News

એક વખતનો કોંગ્રેસનો ગઢ ગણાતી બોરસદમાં હાર ભાળી ગયેલા કોંગ્રેસના નેતાઓ ઉમેદવારી કરવા પણ તૈયાર નથી

ચૂંટણીનો જંગ નવા વળાંક પર આવી ગયો-‘બિનહરીફ’ માસ્ટરસ્ટ્રોક: ૭૩૧ બેઠકો પર લડાઈ વિના ભાજપની જીત

(એજન્સી)ગાંધીનગર, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ નવા વળાંક પર આવી ગયો છે. કારણ કે, પહેલીવાર રેકોર્ડબ્રેક ૭૩૧ બેઠકો ગુજરાતમાં બિનહરીફ થઈ ગઈ છે. હવે માત્ર ૨૫ હજાર ઉમેદવારો વચ્ચે જંગ છે. ૧૯૦૦ થી વધુ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા રેકોર્ડબ્રેક ૭૩૧ બેઠકો ભાજપની ઝોળીમાં આવી ગઈ છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી હવે માત્ર ૨૫ હજારથી વધુ ઉમેદવારો મેદાનમાં છે. ગુજરાતમાં ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે ૭૩૧ બેઠકો બિનહરીફ જાહેર થઈ ગઈ છે. આવું પહેલીવાર થયુ છે કે, આટલી મોટી સંખ્યામાં બેઠકો બિનહરીફ થઈ હોય. કારણ કે, ચૂંટણી પંચના આંકડા મુજબ, ગત ચૂંટણીમાં વર્ષ ૨૦૨૧ ની સરખામણીએ બિનહરીફ બેઠકોમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. વર્ષ ૨૦૨૧ ની ચૂંટણીમાં ૨૪૧ બેઠકો બિનહરીફ થઈ હતી. આ વખતે છેલ્લી ઘડી સુધી તોડજોડ અને પક્ષપલટાની મોસમ ચાલી તેમાં ભાજપ ફાવી ગયું છે. હવે ૨૮ એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન યોજાશે. કુલ ૧૦ હજારથી વધુ બેઠકો માટે રાજકીય જંગ જામશે.

ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ઓડ ખાતે જાહેર સભા સંબોધતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેઓએ કહ્યું હતું કે, કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓના આ જિલ્લામાં ભાજપની ૪૨ સીટો બિનહરીફ થાય એ ઐતિહાસિક ઘટના છે.

આજે આ કોંગ્રેસના મિત્રો અને અન્ય પાર્ટીના મિત્રો જે વાત કરે છે, ‘અમારા ઉમેદવાર લઈ ગયા, અમારા ઉમેદવાર લઈ ગયા, અમારા ઉમેદવાર પર દબાણ કર્યું’, તમે ક્્યાંય દબાણ કરતા જોયું છે. તમારાથી તમારા ઉમેદવારો ના સચવાતા હોય તો એમાં અમે શું કરીએ? અમિતભાઈ અને ભરતસિંહને આ ૪૨ નહીં, આખા ગુજરાતની અંદર ઐતિહાસિક ૭૦૦ કરતાય વધારે ઉમેદવારો એ બિનહરીફ થયા છે.

એક વખતનો કોંગ્રેસનો ગઢ ગણાતી બોરસદ નગરપાલિકામાં હાર ભાળી ગયેલી કોંગ્રેસ, અને કોંગ્રેસના નેતાઓ ઉમેદવારી કરવા પણ તૈયાર નથી ભાજપના નેતાઓએ કોંગ્રેસના નેતાઓને સામેથી કહ્યું કે, તમે ઉમેદવારી કરો તો અમને ચૂંટણી લડવાની મજા આવે.

અમારા મતદાતાઓને મત નાખવા આવવું છે. આ ભારતીય જનતા પાર્ટીની સરકાર, સત્તાની અંદર લગભગ છેલ્લા ૩૦ વર્ષથી ગુજરાતની સાડા છ કરોડ જનતા, એ ચૂંટણી આવે એટલે એનું મન બનેલું હોય છે કે ‘મારું બટન કમળ પર દબાઈશ, મારું બટન વિકાસ ઉપર દબાઈશ.’

જગદીશ વિશ્વકર્માએ આગળ કહ્યું કે, ૩૦-૩૦ વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીને જે સમર્થન મળ્યું છે, અને આ સમર્થન જોઈને કોંગ્રેસના નેતાઓએ એમના ઉમેદવારો. કોઈ રાજસ્થાન લઈ ગયું, કોઈ મધ્યપ્રદેશ લઈ ગયું, કોઈ મુંબઈ લઈ ગયું અને કહે કે ‘અમારા ઉમેદવારો મળતા નથી, અમારા ઉમેદવાર ક્્યાંક ખોવાઈ ગયા છે’.

ભાઈ, ક્્યાંય ખોવાઈ નથી ગયા, તમારા ઉમેદવારો હાર ભાળી ગયા છે કે ‘અમારા નેતામાં પાણી નથી, અમારા નેતામાં વિઝન નથી, અમારા નેતા વિઝનદાર નથી, અમારે તો ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્ર મોદીની પાર્ટીમાં જોડાવું છે કારણ કે વિઝનરી નેતા છે.’


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.