Western Times News

Gujarati News

ઈરાની જહાજ પર અમેરિકાના હુમલાનો લાઈવ વિડીયો વાયરલ

વોશિગ્ટન, અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ફરી એકવાર ચરમસીમાએ પહોંચી ગયો છે. હોર્મુઝમાં નાકાબંધીનો ઉલ્લેખ કરીને, અમેરિકાએ ઈરાની માલવાહક જહાજ પર હુમલો કરીને તેને કબજે કરી લીધું છે.

અમેરિકન સૈન્યએ આ કાર્યવાહીનો એક વિડીયો બહાર પાડ્યો છે, જેમાં હુમલા પહેલા જહાજના એન્જિન રૂમને ખાલી કરવાની ચેતવણી સંભળાય છે. ઇસ્લામાબાદમાં બીજા રાઉન્ડની વાતચીત પહેલા થયેલા આ હુમલાથી તણાવમાં નોંધપાત્ર વધારો થયો છે. ઈરાને બદલો લેવાની પ્રતિજ્ઞા લેતા યુએસ ડિસ્ટ્રોયર પર ડ્રોન પણ છોડ્યા છે. યુએસ-ઈરાન વચ્ચે પ્રથમ તબક્કાની વાટાઘાટો નિષ્ફળ રહ્યા બાદ પાકિસ્તાનમાં બીજા રાઉન્ડની મંત્રણાનો તખ્તો ઘડાઈ ચૂક્યો છે.

યુએસ-ઈરાન વચ્ચે નક્કી થયેલો યુદ્ધ વિરામ પૂરો થાય તે પહેલાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આગામી તબક્કાની વાટાઘાટો સાથે યુએસ પ્રતિનિધિમંડળને પાકિસ્તાન મોકલવાનું એલાન કરી દીધું છે. ઉપ પ્રમુખ જે ડી વેન્સ, ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનર તથા વિશેષ દૂત સ્ટીવ વિટકોફ સોમવારે પાકિસ્તાન જવા રવાના થશે અને મંગફ્રવારે પાટનગર ઈસ્લામાબાદમાં વાટાઘાટો યોજાશે.ટ્રમ્પે જાહેર કરેલા દિવસે ઈરાનનું પ્રતિનિધિ મંડળ પાકિસ્તાન જશે કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી.

બંને દેશો વચ્ચે પરસ્પર અવિશ્વાસના કારણે ઈરાનમાં અસમંજસ હોવાની શક્યતા જણાઈ રહી છે. યુએસ પ્રમુખ ટ્રમ્પે બીજા રાઉન્ડની વાટાઘાટોની જાહેરાત કરી તે પૂર્વે ઈરાનની સંસદના સ્પીકર અને ગત વાટાઘાટોના મુખ્ય નેગોશિએટર બઘેર કાલિબાફે સૂચક ટિપ્પણી કરી હતી. ટીવી ઈન્ટરવ્યૂમાં શનિવારે રાત્રે તેમણે જણાવ્યું હતું કે, રાજદ્વારી પ્રયાસોમાં સહેજ પણ પીછેહઠ થશે નહીં.

જો કે તેમણે યુએસ-ઈરાન વચ્ચે અવિશ્વાસના પગલે સમજૂતી અઘરી બની હોવાનું પણ સ્વીકાર્યું હતું.યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું માનવું છે કે, ગત વાટાઘાટોમાં જ મોટાભાગના મુદ્દા પર સંમતિ સધાઈ ગઈ હતી. ઈરાને યુદ્ધ પડતું મૂકીને ડીલ કરી લેવાની જરૂર છે. યુએસ દ્વારા ઓફર થયેલી ડીલનો ઈરાન સ્વીકાર ન કરે તો ટ્રમ્પે ઈરાનના દરેક પાવર પ્લાન્ટ, દરેક બ્રિજ સહિતના માળખાઓને તબાહ કરી દેવાની ચીમકી ટ્‌›થ સોશિયલ મીડિયા પર આપી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.