Western Times News

Gujarati News

દેવગઢબારિયા નગરમાં મહાશિવરાત્રિ પર્વે ની  ધામધૂમપૂર્વક ની ઉજવણી શિવાલયોમાં શિવ ભક્તો ની ભારે ભીડ

 વહેલી સવારથી બમ બમ ભોલેના નાદ થી શિવમંદિર ગુંજી ઉઠયાં

નગરના પોરણીક તેવા પાતાળેશ્વર મહાદેવ અને બળિયાદેવ   મંદિરમાં શિવભક્તોનો ઘસારો. 

દેવગઢ બારીયા  નગર મા મહાશિવરાત્રિ પર્વની    ધામધૂમપૂર્વક ભક્તિમય ઉજવણી કરવામાં આવી

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા નગરમાં આવેલા પોરણિક તેવા પાતાળેશ્વર મહાદેવ અને બળીયાદેવ મંદિર એ બારિયા તાલુકાના પ્રાચીન મંદિરો છે. જેમાં નગરજનો તેમજ તાલુકાના શિવભક્તો આ મંદિર ઉપર મહાશિવરાત્રી પર્વને લઇ પૂજા અર્ચના કરવા આવે છે. ક્યારે આ શિવ મંદિરમાં મહાશિવરાત્રી પર્વને લઇ  શિવભક્તો એ શિવાલયોમાં અવનવો શનગાર કરી મંદિરો સુશોભિત કરી વહેલી સવારથી જ નગર જાણે શિવમય બન્યું હોય

તેમ શિવભક્તો બમ બમ ભોલેના નાદ સાથે ભગવાન શિવ ની પૂજા અર્ચના કરી દૂધ પાણી બિલી પત્ર અબીલ ગુલાલ કાળા તલ જેવી પૂજા સામગ્રી ભગવાન ને ચઢાવી મહાઆરતીનો લાહવો લઇ ભગવાન શિવની પ્રસાદી તરીકે ભાંગ નો પ્રસાદ લઇ શિવભક્તો એ ધન્યતા અનુભવી હતી આમ નગર મા મહાશિવાત્રિના પર્વ ની ધામધૂમ પૂર્વ ઉજવણી કરવામાં આવી હતી.

તસવીર.. દેવગઢ બારીઆ નગરમા મહાશિવરાત્રી પર્વ   શિવાલયો માં શિવભક્તો ની ભારે ભીડ જામી તેમજ ભાગના પ્રસાદ ચડાવતા શિવ ભક્તો દ્રશ્યમાન દ્રશ્યમાન થાય છે .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.