Western Times News

Gujarati News

શબ્દોની પસંદગીમાં ભૂલ થઈઃ અનુ કપૂર

જો મેં ‘દૂધિયા બદન’ ને બદલે ‘મિલ્કી બોડી’કહ્યું હોત, તો કદાચ કોઈ મુસીબત ન આવી હોત. : અનુ કપૂર

તમન્ના ભાટિયાને ‘દૂધિયા બદન’ કહેવા પાછળ શું હતી અનુ કપૂરની અસલી મનશા ?

મુંબઈ,બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અનુ કપૂર હાલમાં પોતાના એક નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા છે. થોડા સમય પહેલા તેમણે અભિનેત્રી તમન્ના ભાટિયા માટે ‘દૂધિયા બદન’ જેવા શબ્દનો ઉપયોગ કર્યાે હતો. એવામાં અનુ કપૂરે પોતાની અસલી મનશા જાહેર કરીને સૌને ચોંકાવી દીધા છે.તમન્ના ભાટિયાને ‘દૂધિયા બદન’ કહેવા પાછળ શું હતી અનુ કપૂરની અસલી મનશા ?

ખુલ્લેઆમ કરી નાખી ‘મનની વાત’બોલિવૂડ અભિનેતા અનુ કપૂરે થોડા મહિના પહેલા એક પોડકાસ્ટ દરમિયાન તમન્ના ભાટિયા માટે ‘દૂધિયા બદન’ (દૂધ જેવું શરીર) જેવા શબ્દોનો ઉપયોગ કર્યાે હતો, જેના કારણે ઘણો વિવાદ થયો હતો. આ નિવેદન બાદ તેમને સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ કરવામાં આવ્યા હતા અને લોકોએ તેમને ‘ઠરકી બુઢ્ઢા’ જેવા નામથી બોલાવવાનું શરૂ કર્યું હતું.

જો કે, હવે તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં અનુ કપૂરે આ અંગે ખુલીને વાત કરી છે.અનુ કપૂરે સ્વીકાર્યું કે, તેમની મનશા ખોટી નહોતી પરંતુ ખોટા શબ્દોનો ઉપયોગ કરીને તેમણે ભૂલ કરી છે. તેમના મતે, “જો આ જ વાત અંગ્રેજીમાં બોલવામાં આવે તો કોઈને વાંધો નથી આવતો પરંતુ હિન્દીમાં બોલતા જ સમસ્યા ઊભી થાય છે. જો મેં ‘દૂધિયા બદન’ ને બદલે ‘મિલ્કી બોડી’કહ્યું હોત, તો કદાચ કોઈ મુસીબત ન આવી હોત.”SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.