Western Times News

Gujarati News

‘માઇકલ’ના એન્ડમાં મળી માઇકલ જેક્સન બાયોપિક પાર્ટ ૨ની સરપ્રાઇઝ

મુંબઈ, હોલિવૂડની મ્યુઝિકલ ફિલ્મ માઇકલ, જે માઇકલ જેક્સનના જીવન પર આધારિત છે, તેના પેઇડ પ્રિવ્યુઝ બુધવારે અને ગુરુવારે રાત્રે યોજાયાં હતાં. જ્યારે ફિલ્મ રિલીઝ શુક્રવાર ૨૪ એપ્રિલે થઈ હતી. આ ફિલ્મ ભારત સહિત બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે.

રસપ્રદ વાત એ છે કે, જે દર્શકો આ બાયોપિક જોવા જશે, તેમને એક મોટી સરપ્રાઇઝ મળશે. કારણ કે ફિલ્મનો અંત સીક્વલના સંકેત સાથે થાય છે.માઇકલ ફિલ્મ માઇકલ જેક્સનના જીવનના એક નિર્ણાયક તબક્કે સમાપ્ત થાય છે.

સ્ક્રીન પર ‘હિસ સ્ટોરી કન્ટિન્યુઝ’ લખેલું દેખાય છે, ત્યારબાદ અંતનાં ક્રેડિટ્‌સ શરૂ થાય છે. આથી સ્પષ્ટ થાય છે કે સીક્વલની શક્યતા છે, જોકે શરૂઆતમાં ફિલ્મને બે ભાગમાં બનાવવાની યોજના નહોતી.ફિલ્મની રિલીઝથી બે અઠવાડિયા પહેલા, લાયન્સગેટ મોશન પિક્ચર ગ્›પના ચેરમેન એડમ ફોગેલસને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું, “આ પહેલી ફિલ્મ માઇકલ જેક્સનની સંપૂર્ણ કહાની બતાવતી નથી. તેમનાં સંગીતનાં વિશાળ કૅટલોગમાંથી ઘણું બધું હજુ બાકી છે.

તેથી અમે માનીએ છીએ કે બીજી ફિલ્મ માટે સ્થાન છે. ફિલ્મમેકિંગ ટીમ બીજી ફિલ્મ માટે તૈયારીમાં લાગી ગઈ છે અને યોગ્ય સમયે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. અમને લાગે છે કે હજુ ઘણી કહાની બાકી છે અને અમે તેને રજૂ કરવા સક્ષમ છીએ.”સામાન્ય રીતે, સીક્વલની સત્તાવાર જાહેરાત ત્યારે થઈ શકે છે જ્યારે બોક્સ ઓફિસ પર ફિલ્મનું પ્રદર્શન મજબૂત હોય અને દર્શકોનો પ્રતિસાદ સકારાત્મક હોય.

બોક્સ ઓફિસના આંકડા મજબૂત રહેવાની સંભાવના છે, કારણ કે ફિલ્મ રવિવાર સુધી વૈશ્વિક સ્તરે ૧૪૦ થી ૧૫૦ મિલિયન ડોલર કમાવાની ધારણા છે. હવે મુખ્ય પડકાર દર્શકોનો પ્રતિસાદ છે, કારણ કે કેટલાંક શરૂઆતનાં રીવ્યુઝ સકારાત્મક નહોતાં.આ અંગેના અહેવાલ મુજબ, માઇકલ ફિલ્મે વીકએન્ડ અને પેઇડ પ્રિવ્યૂઝ માટે આશરે ૭૮,૦૦૦ ટિકિટ વેચી હતી. તેથી, ૨૦૨૬માં પ્રોજેક્ટ હેલ મેરી પછી આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર એક સરપ્રાઇઝ સફળતા બની શકે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.