Western Times News

Gujarati News

એમેઝોનમા ૩૦૦૦૦ કર્મચારીની છટણી બાદ હવે ૧૧૦૦૦ની ભરતી કરવાનો નિર્ણય

નવી દિલ્હી, એમેઝોને છેલ્લા એક વર્ષમાં લગભગ ૩૦૦૦૦ નોકરીઓમાં ઘટાડો કર્યાે હતો. હવે, કંપની આશરે ૧૧૦૦૦ નવા કર્મચારીઓની ભરતી કરવાની યોજના બનાવી રહી છે.

આ બદલાવનું મુખ્ય કારણ એઆઈ છે. ઉલ્લેખનીય છે કે, કંપનીએ બે તબક્કામાં કર્મચારીઓ ઘટાડયા હતા. ૨૦૨૫ના અંતમાં લગભગ ૧૪૦૦૦ અને જાન્યુઆરી ૨૦૨૬ માં આશરે ૧૬૦૦૦ નોકરીઓ ઘટાડી હતી.

જેને ટેક સેક્ટરની સૌથી મોટી છટણી માનવામાં આવે છે.કંપનીએ જણાવ્યું કે, તેઓ આ વર્ષે એઆઈ સેક્ટર સાથે જોડાયેલા સોફ્ટવેર એન્જિનિયર્સ, ઇન્ટર્ન્સ અને ટેકનિકલ ક્ષેત્રના નિષ્ણાતોની ભરતી કરશે. એઆઈ નોકરીઓ ખતમ નથી કરતું, પરંતુ નોકરીઓનું સ્વરૂપ બદલી રહ્યું છે. હવે ટેકનોલોજી અને સોફ્ટવેર સાથે જોડાયેલા કામમાં વધુ તક ઊભી થઈ રહી છે.એક તરફ નોકરીઓમાં કપાત અને બીજી તરફ નવી ભરતી ઘણા લોકો માટે આશ્ચર્યજનક છે.

પરંતુ નિષ્ણાતો માને છે કે આ એક ટ્રાન્ઝિશન છે, જ્યાં જૂની નોકરીઓ ઘટે છે અને નવી ટેક આધારિત નોકરીઓ ઊભી થાય છે. એમેઝોન ભરતી સિસ્ટમમાં પણ એઆઈનો ઉપયોગ કરી રહ્યું છે. આ સિવાય ઘણી રૂટીન કામગીરી માટે એઆઈનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.