Western Times News

Gujarati News

પાકિસ્તાનમાં એક અઠવાડિયામાં ભારત વિરોધી જૈશ અને લશ્કરના ૨ આતંકવાદીઓ માર્યા ગયા

AI Image

પાકિસ્તાનમાં આતંકીઓનો ખાતમો, એક અઠવાડિયામાં ૩ મોટા આતંકી ઠાર

(એજન્સી)ઈસ્લામાબાદ, પાકિસ્તાનમાં ભારતના દુશ્મનો શંકાસ્પદ રીતે મરી રહ્યા છે, એક અઠવાડિયામાં ૩ આતંકવાદીઓનો ખાતમો થયો છે. પાકિસ્તાનમાં હિઝબુલ, લશ્કર અને જૈશના આતંકવાદીઓ પર અજ્ઞાત હુમલાખોરો કહેર મચાવી રહ્યા છે.

છેલ્લા એક અઠવાડિયામાં ૩ આતંકવાદીઓની શંકાસ્પદ સંજોગોમાં હત્યા કરવામાં આવી છે. ૨૦૨૦થી અત્યાર સુધીમાં ૨૦થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે. રસપ્રદ વાત એ છે કે પાકિસ્તાન સરકાર આ અંગે સત્તાવાર નિવેદન પણ જારી કરતી નથી. પાકિસ્તાનમાં ફરી એકવાર અજ્ઞાત હુમલાખોરો સક્રિય થયા છે.

આ હુમલાખોરોના નિશાન પર લશ્કર અને જૈશના આતંકવાદીઓ છે. છેલ્લા એક અઠવાડિયામાં ભારત વિરોધી જૈશ અને લશ્કરના ૨ આતંકવાદીઓ માર્યા ગયા છે. તાજેતરનો કેસ સજ્જાદ અહેમદ સાથે જોડાયેલો છે. અજ્ઞાત હુમલાખોરોએ હિઝબુલ આતંકવાદી સજ્જાદ અહેમદની ગોળી મારીને હત્યા કરી દીધી છે. સજ્જાદની હત્યા રાજધાની ઈસ્લામાબાદમાં કરવામાં આવી છે. સજ્જાદની હત્યાની પુષ્ટિ તેના જહાંગીર નામના પાડોશીએ કરી છે.

સજ્જાદ કાશ્મીરનો રહેવાસી હતો અને ભારત વિરુદ્ધ આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હતો. તેના મિત્રોનું કહેવું છે કે શુક્રવારે અજ્ઞાત હુમલાખોરોએ તેની હત્યા કરી હતી. ૧૯૯૭માં સજ્જાદ પાકિસ્તાનના આતંકવાદીઓના સંપર્કમાં આવ્યો હતો. ત્યારબાદ તેણે આતંકનો માર્ગ અપનાવ્યો હતો. હાલમાં સજ્જાદ હિઝબુલમાં કમાન્ડરના પદ પર તૈનાત હતો.

૨ દિવસ પહેલા આતંકવાદી સલમાન અઝહરની હત્યા કરવામાં આવી હતી. અઝહર જૈશ-એ-મોહમ્મદનો ટોપ કમાન્ડર હતો. અઝહરનું મોત કોઈ અજ્ઞાત વાહન સાથેની ટક્કરમાં થયું હતું. અઝહરને બહાવલપુરના સુભાનઅલ્લાહ મરકઝમાં દફનાવવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.