Western Times News

Gujarati News

પ્રધાનમંત્રીએ ‘મન કી બાત 2.0’ના 9માં એપિસોડમાં સંબોધન કર્યું

પ્રધાનમંત્રીએ લોકોને ભારત સ્થળાંતર કરતી પ્રજાતિઓ અંગેના સીઓપી સંમેલનનુ અધ્યક્ષ પદ સંભાળી રહ્યું છે ત્યારે લોકોને તેમના સૂચનો જણાવવા અનુરોધ કર્યો

નવી દિલ્હી,   ‘મન કી બાત 2.0’ના 9મા એપિસોડમાં સંબોધન કરતાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આપણે આપણા પૂર્વજો પાસેથી જે વારસો મેળવ્યો હતો તેનું જ્ઞાન અને મૂલ્યો આપણને દરેક જીવ પ્રત્યે સંવેદના દાખવવા તથા કુદરત તરફ અપાર પ્રેમ દાખવવા સુચવે છે. આ બધુ આપણા સાસંકૃતિક વારસાનો હિસ્સો છે.

સ્થળાંતર કરતી પ્રજાતિઓ માટે પર્યાવરણલક્ષી નિવાસ વ્યવસ્થા ઉભી કરવાના ભારતના પ્રયાસોની તાજેતરમાં ગાંધીનગરમાં યોજેલ સીઓપી-13 સંમેલનમાં પ્રશંસા કરવામાં આવી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારત એ ઘણી સ્થળાંતર કરીને આવતી પ્રજાતિઓનુ ઘર છે અને વિવિધ વિસ્તારોમાંથી 500થી વધુ પ્રજાતિઓ ઉડીને ભારતમાં આવે છે.

તેવુ તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે ભારત આગામી 3 વર્ષ સુધી સ્થળાંતર કરીને આવતી પ્રજાતિઓ અંગેની સીઓપી સંમેલનનુ અધ્યક્ષ પદ સંભાળશે. તેમણે લોકોને અનુરોધ કર્યો હતો કે આ તક વધુ ફળદાયી બની રહે તે માટે સૂચનો આપે અને તેને વધુ ઉપયોગી બનાવે. તેમણે મેઘાલયમાંથી મળી આવતી માછલીઓની જૂજ પ્રચાતિનો ઉલ્લેખ કરીને કહ્યું કે “આપણે આસપાસમાં આવાં અનેક રહસ્યો ધરાવીએ છીએ અને તે હજુ પણ વણશોધાયેલા છે. આવા અસાધારણ કોયડા ઉકેલવા માટે તેને શોધવાની વૃત્તિ જરૂરી બને છે.”

તામિલ કવયત્રી અવૈય્યારનુ અવતરણ ટાંકીને તેમણે કહ્યું કે કત્રાથુ કૈમન અલવુ કલ્લાહથુ ઉલાગલવુ તેનો અર્થ એવો થાય છે કે આપણે જે કાંઈ જાણીએ છીએ તે હાથમાં ભરેલી રેતીની મુઠ્ઠી જેવુ છે. આપણે જેને જાણતા નથી તે સ્વયં સમગ્ર બ્રહ્માંડ છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આવું જ કંઇક દેશમાં જૈવ વૈવિધ્ય અંગે બન્યું છે. તમે વધુ જાણકારી મેળવો તેમ જાણકારી મળતી ન હોય તેવી બાબતોનો વ્યાપ વધતો જાય છે. તેમણે આપણા સમૃદ્ધ જૈવ વૈવિધ્યને જાળવવા અનુરોધ કરતાં જણાવ્યું કે તે સમગ્ર માનવ જાત માટે આ એક અનોખો ખજાનો છે, તને આપણે જળવવો જોઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.