ડી. ડી. જાડેજાને મુકીને નરોત્તમ સાહુને ગુજકોસ્ટમા કદ પ્રમાણે વેતરી નંખાયા?
ગુજરાત કેડરના નિવૃત આઈ.એ.એસ. અધિકારી નરોત્તમ સાહુને ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના તા.૩૧/૦૫/ ૨૦૧૯ના હુકમથી એ વિભાગ હસ્તકની ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી(ગુજકોસ્ટ), ગાંધીનગરના સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
એ નિમણૂક અજમાયશી ધોરણે અને બે વર્ષની હતી! એ વાતને ૭ વર્ષ પૂરા થઈ ગયા છે તેમ છતાં સાહુ એ સ્થાન પર ચીટકીને બેઠા છે અને સચિવાલયમાં થતી ચર્ચા જો સાચી માનીએ તો એવું કહેવાય છે કે
(૧)ઃ-ગુજકોસ્?ટનાં વર્તમાન સલાહકાર અને મેમ્?બર સેક્રેટરી નરોત્તમ સાહુ સામે બે તપાસ વિજ્ઞાન અને ટેક્?નોલોજી વિભાગ કક્ષાએ પડતર છે અને (૨)ઃ- શ્રી જી. એન. કાકડીયા, ડાયરેક્?ટર, સુરત દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં નરોત્તમ સાહુ વિરુધ્ધ કેસ નંબર જીઝ્રછઃ૧૩૭૮૬/૨૦૨૪થી તા. ૨૬/૦૬/૨૦૨૪નાં રોજ પીટીશન દાખલ કરેલ છે. તથા

(૩)ઃ-ગુજકોસ્ટનાં પુર્વ પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ. રાજેંદ્ર પટેલે અનેક અરજીઓ દ્વારા ગુજકોસ્ટ કચેરીમાં નરોત્તમ સાહુ દ્વારા ચાલતી ગેરરીતીઓ અને ગેરવર્તણૂંક અંગે વારંવાર ફરીયાદ કરવામાં આવી છે. ટૂંકમાં વિજ્ઞાનની પ્રવૃત્તિ કરતા દરેક ક્ષેત્રના લોકો સાહુથી ત્રાસી ગયા હતા.
આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે નરોત્તમ સાહુને કાબૂમાં રાખવા માટે તેમની ઉપર ડાયરેક્ટર જનરલ તરીકે ૨૦૧૨ની બેચના આઈ.એ.એસ. અધિકારી દિગ્વિજયસિંહ ડી.જાડેજાને મુકી દીધા છે.આ રીતે હવે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ)માં નરોત્તમ સાહુના ક્રૂર એકચક્રી શાસન અને જોહુકમીનો અંત આવ્યો છે.
ગોંડલ ધારાસભાની ટિકિટ ગણેશ જાડેજાને જ મળશે એ નક્કી છે?

ગોંડલ શહેર અને તેનું રાજકારણ હંમેશા ટોક ઓફ ધ સ્ટેટ (ચર્ચામાં) રહે છે. એવું તાજેતરમાં ફરી થયું છે. જયરાજસિંહ જાડેજાના દીકરા અને ગોંડલના બહુચર્ચિત યુવાન ગણેશ જાડેજાએ એક વિડીયો રીલિઝ કરીને કહ્યું છે કે તે દર સોમવારે સવારે ૧૧ઃ૦૦ વાગ્યાથી ૨ઃ૦૦ વાગ્યા સુધી ગોંડલ નગરપાલિકાની કચેરીમાં બેસશે અને લોકોના પ્રશ્નો સાંભળશે અને તેનો નિકાલ કરવાનો પ્રયત્ન કરશે.
હવે સ્થિતિ એવી છે કે ગણેશ પાસે કોઈ બંધારણીય કે સત્તાવાર હોદ્દો નથી તો એ ક્યા આધારે આ કામગીરી કરી શકે? એ એક પ્રશ્ન ખરો! એવું બને કે તેનાં માતુશ્રી ગીતાબા જાડેજા ધારાસભ્ય છે
એટલે તેમના પ્રતિનિધિ તરીકે ફરીયાદ સાંભળી શકે.પણ એ કાયદાકીય પ્રશ્નને બાજુમાં રાખીને જોઈએ તો રાજકીય નિરીક્ષકો આ ઘટનાથી એવું તારણ કાઢે છે કે ગણેશ જાડેજાએ ૨૦૨૮મા યોજાનાર ધારાસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
આનું એક કારણ એવું માનવામાં આવે છે કે સંભવતઃ ગણેશ અથવા તો જયરાજસિંહ જાડેજાને એવો સંદેશો આપી દેવામાં આવ્યો હોય કે આગામી ચૂંટણીમાં ગોંડલ ધારાસભાની બેઠકની ટિકિટ ગણેશના માતા ગીતાબાને સ્થાને ગણેશને આપવામાં આવશે.જો આવું થાય તો આમ આદમી પાર્ટી જીગીષા પટેલને ઉતારશે એવું પણ મનાય છે.
નવસારીના ભા.જ.પ.ના જ કાર્યકરે જગદીશ વિશ્વકર્માને નોટીસ ફટકારી?

ભારતીય જનતા પક્ષ આમ તો તેની ચુસ્ત શીસ્ત માટે વખણાય છે, પરંતુ તાજેતરમાં બનેલી એક ઘટના સૂચવે છે કે આ પોલાદી શિસ્તમાં નાનકડું છીદ્ર પડ્યું છે.
આ અંગેની પૃષ્ઠભૂમિ એવી છે કે તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં નવસારી નગરપાલિકાની ચૂંટણીમાં ભા.જ.પ.ના ઉમેદવાર માધવી શેઠ માટે બનાવવામાં આવેલી ૨૦,૦૦૦ મતદાર સ્લીપમાં માધવી શેઠનાં ફોટાને બદલે નવસારીના અન્ય એક કાર્યકર્તા(જેઓએ પણ નગરપાલિકા માટે ટિકિટ માંગી હતી તેવા) મીનળ ભરવાડનો ફોટો મુકાઈ ગયો હતો.
ચૂંટણી તો પતી ગઈ પણ ચૂંટણી પછી મીનળ ભરવાડે પોતાના વકીલ મારફતે ભાજપના પ્રદેશ પ્રમુખ વિશ્વકર્મા, નવસારીના ધારાસભ્ય, માધવી શેઠ,નવસારી શહેર અને જિલ્લાના પ્રમુખને લીગલ નોટિસ ફટકારીને(૧)ઃ-આ છબરડા માટે પ્રતિષ્ઠીત અખબારમાં જાહેરાત આપીને માફી માંગવા
(૨)ઃ-ભવિષ્યમાં આવી રીતે ફરીવાર ફોટાનો દુરઉપયોગ ન કરવાની તકેદારી રાખવાની ખાત્રી આપવા અને (૩)ઃ-થયેલી માનહાનીનું વળતર આપવા માંગણી કરી છે.પક્ષીય કક્ષાએથી આ પ્રશ્નનો નિવેડો નહીં આવે તો મીનળ ભરવાડ હાઈકોર્ટમાં અપીલ કરવાનાં છે એવું પણ તેઓએ જણાવ્યું છે.
જામનગરના કલેકટર કેતન ઠક્કરની ભાવભરી વિદાય!
આઈ.એ.એસ.અધિકારીઓની ગુજરાત કેડરના ૨૦૧૪ની બેચના ઓફિસર કેતન બી.ઠક્કર જામનગરના કલેક્ટર તરીકે ફરજ બજાવતા નિવૃત થયા ત્યારે સમગ્ર કલેકટર કચેરીએ તેમને ભાવભીની વિદાય આપી હતી.એ ભવ્ય વિદાય જોઈને ઠક્કરની આંખ ભીંજાઈ ગઈ હતી.
આ સૂચવે છે કે કેતન ઠક્કરે કેવી રીતે કલેકટર તરીકે કામ કર્યું હશે! ઘણા સનદી અધિકારી તો એવાં હોય છે કે તેઓની બદલી થાય તો સ્ટાફ રાજી થાય.અરે,એક આઈ.એ.એસ.અધિકારી તો એવાં છે કે એ જ્યાંથી જાય ત્યાંથી બધા પેંડા વહેંચતા અને જ્યાં જાય ત્યાં માતમ છવાતો! અધિકારીઓનું તો આવું છે ભાઈ!
હસમુખ અઢિયાનુ પુસ્તક – માય નોટ્સ ટુ માયસેલ્ફ

ગુજરાત સરકારના નિવૃત આઈ.એ.એસ.અધિકારી અને હાલ મુખ્યમંત્રીના સલાહકાર તરીકે ફરજ બજાવતા હસમુખ અઢિયા એક તેજસ્વી સનદી અધિકારી ગણાય છે.હસમુખ અઢિયાએ એક પુસ્તક લખ્યું છે એનું નામ છે ‘માય નોટ્સ ટુ માયસેલ્ફ’.
આ પુસ્તકનું પેટા મથાળામાં લખાયું છે કે ‘સીમ્પલ ટીપ્સ ઓન હ્યુમન રીસોર્સ મેનેજમેન્ટ ટેકન ફ્રોમ ધ ડાયરી ઓફ બ્યુરોક્રેટસ’ આ પુસ્તક વાંચ્યું તો નથી પણ શિર્ષક પરથી લાગે છે કે વાત માનવ સંસાધનના વ્યવસ્થાપનની હશે.હસમુખ અઢિયા વિવિધ પ્રકારના વહીવટનો બહોળો અનુભવ ધરાવે છે એટલે એ અનુભવના નિચોડનું નવનીત આ પુસ્તકમાં હશે એ નિશ્ચિત છે.
